નવી દિલ્હી: એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)એ કૉંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમ્ અને અન્ય કેટલાક લોકોની સામે કાળાં નાણાં ધોળાં કરવાનો કેસ નોંધ્યો હતો.
કાર્તિના પિતા પી. ચિદમ્બરમ્ કેન્દ્રના ગૃહ પ્રધાન હતા ત્યારે ચીનના ૨૬૩ લોકોને ૨૦૧૧માં વિઝા આપવામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આરોપ છે.
એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટે આ કેસમાં સીબીઆઇ દ્વારા નોંધવામાં આવેલા પ્રથમદર્શી અહેવાલ (એફઆઇઆર)ને ધ્યાનમાં રાખીને કાર્તિ ચિદમ્બરમ્ સામે કાળાં નાણાં ધોળાં કરવાની પ્રવૃત્તિ-વિરોધી ધારામાંની ફોજદારી ગુનાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.કાર્તિને આ કેસમાં રૂપિયા પચાસ લાખની લાંચ ચૂકવવામાં આવી હોવાનું કહેવાય છે. (એજન્સી)ઉ
