કચ્છમાં નુપુર શર્માને સમર્થન આપવા બદલ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

આપણું ગુજરાત

ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માનાએ મોહમદ પયગંબર પર કરેલી અપમાનજનક ટિપ્પણીને લઈને દેશભરમાં રાજકીય અને સામજિક માહોલ ગરમાયો છે. ત્યારે કચ્છમાં આ મુદ્દે ફરી એક નવો વિવાદ ઉઠ્યો છે. ગત રવિવારે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા યોજાયેલ જાહેરસભામાં સંગઠનના પ્રવક્તાએ નુપુર શર્માને સમર્થન આપતા વિવાદ ઉઠ્યો હતો. આ મામલે મુસ્લિમ સંગઠન અને ઓલ ઇન્ડિયા મજલીસ એ ઉત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટી દ્વારા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકને રજૂઆત કરાતા પોલીસે આ મુદ્દે ગુનો નોંધ્યો છે.
એક ટીવી ચેનલ પર જ્ઞાનવાપી મસ્જીદ મુદે ચાલી રહેલી ડીબેટ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માએ મોહમદ પયગંબર પર અભદ્ર ટીપ્પણી કરી હતી જને લઈને દેશ અને દુનિયા બાહરના મુસ્લિમોએ વિરોધ દાખવ્યો હતો. વિદેશી દબાણને લઈને ભાજપે નુપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા. ત્યાર બાદ નુપુર શર્માની ધરપકડ કરવા મુદ્દે મુસ્લિમ સમુદાય પ્રદર્શન કરી રહ્યો છે. ત્યારે હિન્દુત્વવાદી સંગઠનોએ નુપુર શર્માને ટેકો જાહેર કર્યો છે. ગત રવિવારના રોજ કચ્છ જીલ્લાના મુખ્ય મથક ભુજ શહેરના હિલ ગાર્ડન ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા એકતા મહારેલી અને મહાસભા યોજવામાં આવી હતી. મોટી સંખ્યામાં રાજપૂત ક્ષત્રિય સમાજના લોકો આ રેલીમાં હાજર હતા ત્યારે સભામાં પ્રવક્તા મેહુલસિંહ દ્વારા જાહેર મંચ પર નિવેદન આપવામાં આવ્યું હતું કે નુપુર શર્માએ કંઈ ખોટું નથી બોલ્યું અને કરણી સેના તેમને સમર્થન આપે છે. જેણેને લઈને વિવાદ ઉભો થયો છે.
એક બાજુ કચ્છમાં પ્રથમ વખત આવેલા અસદુદ્દીન ઓવૈસીની સભા ચાલી હતી ત્યાં બીજી તરફ કરણી સેનાની સભામાં પયગંબર પર અભદ્ર ટીપ્પણી કરનારને સમર્થન આપવાની વાત કરાતા કચ્છી મુસ્લિમ હિતરક્ષક સમિતિ અને ઓલ ઇન્ડિયા મજલીસ એ ઉત્તેહાદુલ મુસ્લિમીન દ્વારા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકને આ મુદ્દે ગુનો નોંધવા રજૂઆત કરવામાં આવી હતી જે બાદ પોલીસે મેહુલસિંહ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધી હતી. હાલ પોલીસે મેહુલસિંહ વિરુદ્ધ 153A અંતર્ગત શાંતિભંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

1 thought on “કચ્છમાં નુપુર શર્માને સમર્થન આપવા બદલ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.