કચ્છના ખાવડાની સીમા ચોકી પાસે પાંખમાં અરબી સ્ટેમ્પ ધરાવતું શંકાસ્પદ કબૂતર સીમા સુરક્ષા દળને મળી આવ્યું

આપણું ગુજરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)ે
ભુજ: પાકિસ્તાનની ભૂમિ અને જળસીમાને અડકીને આવેલા સરહદી કચ્છમાં પાકિસ્તાની બોટ અને ડ્રગ્સ મળી આવવાના રોજિંદા ઘટનાક્રમ વચ્ચે,સીમાવર્તી ખાવડાની સંવેદનશીલ રણ સરહદેથી પાંખમાં અરબી સ્ટેમ્પ ધરાવતું કબૂતર સરહદી સલામતી દળના જવાનોને મળી આવતા વિવિધ સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. ઘટનાની મળી રહેલી સત્તાવાર માહિતી અનુસાર, ગત મંગળવારે બપોરે ખાવડાની ચોકી પાસેથી બીએસએફના જવાનોને રણવિસ્તારમાં ગરમીના કારણે બેભાન અવસ્થામાં કબૂતર મળ્યું હતું અને તેની ચકાસણી કરતા પાંખમાં અરબી સ્ટેમ્પ લાગેલો જણાઈ આવ્યો હતો. બેશુદ્ધ કબૂતરને સારવાર માટે જંગલખાતાની કચેરીએ લઈ જવાયું હતું દરમ્યાન ફોરેસ્ટ વિભાગ દ્વારા શિડયુલ કે અનામત કેટેગરીમાં આવતા હોય તેવા જ પક્ષીઓને સાચવવામાં આવે છે અને કબૂતર ઘરેલું પક્ષી હોવાથી ફોરેસ્ટના જવાબદારોએ તેનો કબજો સ્વીકાર્યો ન હતો જેથી હાલ કબૂતરનો કબજો બીએસએફની પાસે છે. કબૂતરની મેટલ ડિટેક્ટરથી ચકાસણી કરવામાં આવી હતી પણ કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. કબૂતર એશિયાખંડનું છે કદાચ તે પાળતું હોઈ શકે તેવો મત પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. ઉ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.