…ઔર મેં બેડમેન બન ગયા ગુલશન ગ્રોવરની આજીવન ઈમેજ બની ગયેલા કિરદારની કથા

મેટિની

ફિલ્મનામા-નરેશ શાહ

દરેક વ્યક્તિની લાંબા સમયે એક ઈમેજ બની જતી હોય છે પરંતુ હિન્દી સિનેમામાં મજબૂતાઈથી ભજવેલા પાત્રો અભિનેતાઓ સાથે આજીવન જોડાઈ જતાં હોય છે. અમિતાભ બચ્ચન એંગ્રી યંગ મેન યા અમોલ પાલેકર સામાન્ય કારકૂન જેવી જ ઈમેજ ધરાવતાં હતા, તેની આપણે વાત નથી કરી રહ્યાં. એમ તો હેમામાલિની કાયમ ડ્રિમ ગર્લ તરીકે જ ઓળખાતાં રહ્યાં પણ છે અદાકાર પર તેમના પાત્રોની ઈમેજ સજ્જડ ચોંટી જાય એ પણ અનોખી અને યાદગાર ઘટના જ ગણાય.
અમજદ ખાન કાયમ ગબ્બરસીંગ તરીકે જ ઓળખાયાં. અજીત લોયન જ રહ્યાં. પ્રેમ નામ હૈ મેરા, પ્રેમ ચોપડા… બોબીના આ સંવાદ પછી પ્રેમ ચોપડા કાયમ આ ઓળખના ઓશિયાળા બની રહ્યાં. મેકમોહન સાંભા અને વિજૂ ખોટે કાલિયાની કેદમાંથી આજીવન બહાર નીકળી શક્યા નહોતાં. ઈમેજ કા યે ફેવિકોલ કા જોડ હૈ… અમરીશ પુરી મોગેમ્બો અને કુલભુષ્ાણ ખરબંદા શાકાલ તરીકે જ યાદ રહ્યાં. શાનમાં અપંગ ભિખારી જેવો રોલ કરનારા (સ્વ) મઝહર ખાનને આપણે અબ્દુલ (નામ અબ્દુલ હૈ મેરા, સબ કી ખબર રખતા હું ) તરીકે વધુ ઓળખીએ છીએ…
આ જ શૈલીની ઈમેજમાં ગુલશન ગ્રોવર પણ રામ લખન ફિલ્મથી આવી ગયા અને આજીવન બેડમેન તરીકે જ સૌથી વધુ જાણીતા થયા. બેશક, પ્રાણસાહેબની જેમ જ વિવિધ મેકઅપ અને હેરસ્ટાઈલ થકી પોતાના પાત્રને અલગ ઓળખ આપવાની પરંપરાના વાહક ગુલશન ગ્રોવર જ છે તેમ છતાં બેડમેનનું સ્ટીકર તેમના પરથી ઉખડયું જ નહીં. ગુલશન ગ્રોવરે પણ બેડમેનની ઈમેજને એવી ગળે વળગાડી કે રોશમિલા ભટ્ટાચાર્ય સાથે મળીને લખેલી પોતાની બાયોગ્રાફીનું નામ પણ બેડમેન જ રાખ્યું. તેમની એક ફિલ્મનું નામ પણ બેડમેન છે.
આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં આવી બની જતી યા બંધાઈ જતી ઈમેજ મોટાભાગે કામ અપાવવામાં અને રોટીદાલ કમાવવામાં બહુ ઉપયોગી થતી હોય છે. ઈમેજ તમને એસ્ટાબ્લીશ કરી દેતી હોય છે એટલે જ એ. કે. હંગલ, ઓમપ્રકાશ, નિરૂપા રોય, અરૂણા ઈરાની કે પદમા
ખન્ના, હેલનથી લઈને પરવીન બાબી અને ઝિન્નત અમાન સુધીના કલાકારોને ઈમેજ મુજબ જ સતત કામ મળતું રહ્યું હતું.
ગુલશન ગ્રોવરની જ વાત કરીએ તો ૧૯૭૮થી નાના-મોટા રોલ તેણે કરવાના શરૂ ર્ક્યા (રોકી ૧૯૮૧માં આવી હતી) એ પછીના અગિયાર વરસમાં તેણે બોંતેર ફિલ્મો કરી એમાંથી માત્ર અવતાર અને સદમા ફિલ્મમાં તેના કામની નોંધ લેવામાં આવી હતી પણ ગુલશન ગ્રોવરનો સિતારો ઝળહળતો નહોતો. ર૦ર૧ સુધીમાં ચારસો તેંતાલિસ જેટલી ફિલ્મો કરનારાં આ બેડમેનનો સૂર્ય તપ્યો ૧૯૮૯માં આવેલી સુભાષ્ા ઘઈની ફિલ્મ રામ લખનથી.
એ ફિલ્મના નિદર્ય વિલન તરીકે ગુલશન ગ્રોવરે સતત એક તક્યિાકલામ વાપરવાનો હતો : આઈ એમ એ બેડમેન.
પોતાની બાયોગ્રાફીમાં ગુલશન ગ્રોવર લખે છે કે, મારી જિંદગી અને મારી કેરિયરને જે રોલથી નામ અને ઓળખ મળી, તેનો શ્રેય સુભાષ્ા ઘાઈને જ જાય છે… રામ લખનનો રોલ પોતાને કઈ રીતે મળ્યો, તેની વાત પણ ગુલશન ગ્રોવરે બેડમેન પુસ્તકમાં વિગતવાર લખી છે:
એક વખત સ્ટૂડિયોમાં મળી ગયેલાં સુભાષ્ા ઘાઈએ ગુલશન ગ્રોવરને સવારે ચા-નાસ્તા માટે ઘેર આવવાનું કહ્યું. આ એ દિવસો હતા કે દિગ્દર્શક-પ્રોડયુસર આવી ઔપચારિક વાતચીત પછી પોતાની ફિલ્મમાં રોલ માટેની ઓફર કરતાં. દશ વાગે શૂટીંગ હોવાથી ગુલશન ગ્રોવર તો (આઠની બદલે) સાડા સાતે જ સુભાષ્ાજીના ઘરે પહોંચી ગયા પણ નીકળતાં સુધી સુભાષ્ા ઘાઈએ ફિલ્મ કે રોલ આપવાની કોઈ વાત જ ન કાઢી. જવા માટે લિફટ ઉપર આવવા લાગી ત્યારે ગુલશન ગ્રોવરથી રહેવાયું નહીં. તેણે પૂછી લીધું : સર, મારો (તમારી ફિલ્મમાં) રોલ શું છે
તારો રોલ એ છે કે તું બધાને નફરત કરે છે. ગુલશન માટે લિફટનો દરવાજો ખોલતાં સુભાષ્ા ઘઈએ પોતાની વાત પૂરી કરી : બધા વચ્ચે તારી હાજરી નોંધાવવા તું માત્ર આ જ બોલતો રહે છે : આઈ એમ એ બેડમેન
ગુલશન ગ્રોવર લખે છે કે, સુભાષ્ા ઘાઈ કાયમ આવી હાઈલાઈટસ જ આપવાનું પસંદ કરતાં. કદી (ફિલ્મની વાર્તા કે અન્ય હીરો-હીરોઈન કે પાત્ર વિષ્ો) ફોડ પાડતાં નહોતાં… બેડમેનનો રોલ શો મેન આપવાના છે એ જાણ્યાં પછી ગુલશન ગ્રોવરના મનમાં તો ફુગ્ગા ફૂટવા માંડયા. તેણે તો બેડમેન (કેસરીયા વિલાયતી) બનવા માટે વસ્ત્રો, વિગ, શાલ ખાસ બનાવડાવી અને ફોટો શૂટ કરાવવાનું નક્કી ર્ક્યું પણ બેડમેનની ફોટોગ્રાફી શહેર કે બગીચામાં જચે નહીં તેથી એકશન ડિરેકટર પપ્પુ વર્માના અસ્તબલ (ઘોડાર)માં બેડમેનનું ફોટો શૂટ ર્ક્યું અને…
એ ફોટોગ્રાફ જોઈને ગુલશન ગ્રોવર તો બેડમેન તરીકે પસંદ થઈ જ ગયા પણ સુભાષ્ા ઘાઈએ પ્રોડકશનનું કામ સંભાળતા નાના ભાઈ અશોક ઘાઈને આ લોકેશન શૂટીંગ માટે અવેલેબલ છે કે નહીં… એ તપાસ કરવાનું કહ્યું અને બેડમેન સાથે એ અસ્તબલમાં શૂટીંગ કરીને સુપરહિટ રામ લખન ફિલ્મ પણ આપી, જેણે બેડમેન ગુલશન ગ્રોવરની કેરિયરને હેપી લાઈફના મોડ પર મૂકી દીધી.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.