omicron

ઓ બાપ રે! ઓમિક્રોનનો નવો સબવેરિયન્ટનો BA.4 ભારત પર ત્રાટકયો; પ્રથમ કેસ મળી આવ્યો

ટૉપ ન્યૂઝ

ભારતમાં કોવિડનું નવું સ્વરૂપ મળી આવ્યું છે. આ ઓમિક્રોનનો સબવેરિયન્ટ BA.4 છે, જે હૈદરાબાદમાં જોવા મળ્યો છે. આ સબવેરિયન્ટ એક આફ્રિકન માણસમાં મળી આવ્યો છે. નિષ્ણાતોના મતે આ ભારતનો પ્રથમ BA.4 વેરિઅન્ટ છે. અધિકારીઓએ આની પુષ્ટિ કરી છે.
સૂત્રોએ જણાવ્યું કે આ BA.4 વેરિઅન્ટ એક આફ્રિકન નાગરિકમાં જોવા મળ્યો છે. તે હૈદરાબાદ એરપોર્ટ પર પહોંચ્યો હતો. તેના સેમ્પલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જ લેવામાં આવ્યા હતા. દર્દીમાં કોઈ લક્ષણો ન હતા. તે 9 મેના રોજ એરપોર્ટ પર ઉતર્યો હતો, તે જ દિવસે તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટ BA.4 આ વર્ષે જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકામાં પ્રથમવાર જોવા મળ્યો હતો. તે પછી તે ધીરે ધીરે અન્ય દેશોમાં ફેલાઈ ગયો. અત્યાર સુધી કોરોનાનો આ વેરિએન્ટ ભારતમાં નહોતો. હવે આ કેસ સામે આવ્યા બાદ ભારતમાં આ વેરિઅન્ટનો ફેલાવો થવાની સંભાવના છે.
ભારતમાં ગુરુવારે કોવિડ-19ના 2,364 નવા કેસ નોંધાયા બાદ દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,31,29,563 થઈ ગઈ છે. તે જ સમયે સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 15,419 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.04 ટકા છે. ગઈ કાલે ભારતમાં સંક્રમણને કારણે વધુ 10 લોકોના મોત થયા બાદ મૃત્યુઆંક વધીને 5,24,303 થઈ ગયો છે..

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.