Homeદેશ વિદેશઓડિસામાં ગુડ્સ ટ્રેનના ડિરેલમેન્ટમાં ત્રણનાં મોત

ઓડિસામાં ગુડ્સ ટ્રેનના ડિરેલમેન્ટમાં ત્રણનાં મોત

વિચિત્ર અકસ્માત : ઓડિસાના જાજપુર જિલ્લાના કોરેઈ રેલવે સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેનનું ડિરેલમેન્ટ થયું હતું, જ્યાં સ્ટેશન પરના વેઈટિંગ રૂમને ટ્રેન (ગુડ્સ ટ્રેનના વેગન)ની ટક્કરને મોટી જાનહાનિ થઈ હતી. (પીટીઆઈ ફોટો)
—-
ઓડિસા: અહીંના જાજપુર જિલ્લાના કોરેઈ રેલવે સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેનના ડિરેલમેન્ટ (પાટા પરથી ઊતરી પડવું)ને કારણે ટ્રેનની રાહ જોનારા (વેઈટિંગ રૂમમાં) પ્રવાસી અકસ્માતના ભોગ બન્યા હતા. ગુડ્સ ટ્રેનના ડિરેલમેન્ટના વિચિત્ર અકસ્માતમાં વેઈટિંગ રુમમાં ટ્રેનની રાહ જોતા ત્રણ પ્રવાસીનાં મોત થયાં હતાં, જ્યારે સાત પ્રવાસીને ઈજા પહોંચી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
કોરેઈ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરના વેઈટિંગ રૂમમાં પ્રવાસીઓ ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બે પ્રવાસીનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે અન્ય એક પ્રવાસીનું પછીથી મોત થયું હતું. ત્રણ પ્રવાસીમાં બે મહિલા સહિત એક અઢી વર્ષના બાળકીનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં પુરુષે તેની પત્ની અને તેની દીકરીને ગુમાવી છે. સોમવારે વહેલી સવારના ૬.૪૪ વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો, એમ ઈસ્ટ કોસ્ટ રેલવે (ઈસીઓઆર)ના અધિકારીએ જણાવ્યું હતું.
ગુડ્સ ટ્રેનના ડિરેલમેન્ટને કારણે અહીંના ટ્રેનવ્યવહારને અસર થઈ હતી, જ્યારે સ્ટેશનને નુકસાન થયું હતું. આ અકસ્માતમાં તપાસ હાથ ધરવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. ડાંગોવાપોસીથી છત્રપુર જતી ગુડસ ટ્રેનના સાત વેગન ટ્રેક પરથી ઊથલી પડયા હતા, જેમાંથી આઠ વેગન પ્લેટફોર્મ તથા વેઈટિંગ રૂમને ટક્કર વાગી હતી. હાલના તબક્કે ગુડ્સ ટ્રેનના ડિરેલમેન્ટ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ અકસ્માત અંગે ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
આ અકસ્માતને કારણે આઠ ટ્રેન રદ કરવામાં આવી છે, જ્યારે પાંચ ટ્રેનને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે, જ્યારે બાર ટ્રેનને ડાઈવર્ટ કરવામાં આવી છે, એમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
દરમિયાન ઓડિસાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે આ અકસ્માતમાં મૃતકો અંગે શોક વ્યક્ત કર્યો હતો તથા મૃતકના પરિવારને બે-બે લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી. ઉપરાંત, રેલવે પ્રધાન અશ્ર્વિની કુમાર વૈષ્ણવે મૃતકના પરિવારને પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે, જ્યારે અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્તને એક લાખ તથા સામાન્ય ઈજા પહોંચનારને પચીસ હજાર રૂપિયાનું વળતર આપવાનું જણાવ્યું હતું. (પીટીઆઈ) ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular