ઑટો અને બૅન્ક શૅરો તૂટતા સતત બીજા સત્રમાં નરમાઈ: સેન્સેક્સમાં ૧૬૮ પૉઈન્ટનો ઘટાડો

શેરબજાર

મુંબઈ: ગઈકાલે અમેરિકાના ઑગસ્ટ મહિનાના સર્વિસીસ ક્ષેત્રના ડેટા પ્રોત્સાહક આવતા ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી ભીતિ સપાટી પર આવતા આજે વૈશ્ર્વિક ઈક્વિટીમાં નરમાઈતરફી વલણ રહેતા સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં પણ ખાસ કરીને વ્યાજ બાબતે સંવેદનશીલ બૅન્કિંગ અને ઑટો ક્ષેત્રના શૅરોમાં વેચવાલીનું દબાણ રહેતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૧૬૮.૦૮ પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના ૫૦ શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૩૧.૨૦ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો.
આજે સત્રના આરંભે સેન્સેક્સ ગઈકાલના ૫૯,૧૯૬.૯૯ના બંધ સામે નરમાઈના ટોને ૫૮,૭૮૯.૨૬ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૫૮,૭૨૨.૮૯ અને ઉપરમાં ૫૯,૧૬૬.૪૬ની રેન્જમાં અથડાઈને અંતે ૧૬૮.૦૮ અથવા તો ૦.૨૮ ટકાના ઘટાડા સાથે ૫૯,૦૨૮.૯૧ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૧૭,૬૫૫.૬૦ના બંધ સામે ૧૭,૫૧૯.૪૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૧૭,૪૮૪.૩૦થી ૧૭,૬૫૦.૭૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૩૧.૨૦ પૉઈન્ટ અથવા તો ૦.૧૮ ટકા ઘટીને ૧૭,૬૨૪.૪૦ની સપાટીએ બંધ રહ્યો હતો.
ગત ઑગસ્ટ મહિનામાં અમેરિકાનો સર્વિસીસ ક્ષેત્રનો આઈએસએમ સર્વિસીસ પીએમઆઈ આંક અનપેક્ષિતપણે જુલાઈ મહિનાના ૫૬.૭ સામે વધીને ૫૬.૯ની સપાટીએ રહ્યો હોવાના નિર્દેશ સાથે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી શક્યતા પ્રબળ બનતા આજે ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ જોવા મળ્યું હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસનાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. વધુમાં રેલિગેર બ્રોકિંગ લિ.નાં રિસર્ચ વિભાગના વાઈસ પ્રેસિડૅન્ટ અજીત મિશ્રાએ જણાવ્યું હતું કે એકંદરે વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ છતાં સ્થાનિકમાં બજાર બેતરફી વધઘટે અથડાઈને અંતે સાધારણ ઘટાડા સાથે બંધ રહી હતી અને આગામી દિવસોમાં પણ બજાર આવુ વલણ દાખવે તેવી શક્યતા નકારી ન શકાય. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.