એવા ચોમાસાના ચાર ચાર મહિના આવ્યા…

ઉત્સવ

આજે આટલું જ -શોભિત દેસાઈ

પૂછ નહીં ‘આમ કેમ ચાલે છે?’
ચાલવા દે તું જેમ ચાલે છે
અમૃત ઘાયલ…
આજ વિચારો છોને તમે સૌ મુંબઇગરાઓ અને મહારાષ્ટ્રના લોકો?!… અને આપણે મુંબઇમાં તો પાછો આ અઠવાડિયે ડબલ બોનાન્ઝા… રાજકીય વાવાઝોડું અને અનરાધાર વરસાદ…
નથી જાવું રે આજ કોઇ કામ પર
આજ અલ્યા ધીંગા વરસાદ! તારા નામ પર
વેણીભાઇ પુરોહિત….
પણ… એક વાત ચોક્કસ… રાજકીય વાવાઝોડામાં આપવાવાળો બહુ મોટો પુરવાર ઠર્યો. અને આનંદ એ વાતનો હતો કે લેનારાએ જાહેરમાં એનો ગૌરવભર્યો ઉલ્લેખ કર્યો કે આટલી બહોળી સંખ્યામાં વિધાનસભ્યો હોવા છતાં માત્ર ૧/૩ સભ્યો ધરાવનારને મુખ્ય પ્રધાનપદ એવા સમયમાં અપાયું છે જયારે નાની નગરપાલિકાના મુખિયાઓ એકાદ-બે બેઠક ઓછી વત્તી હોય તોય તસુભર જતું નથી કરતા… દુર્યોધનની માફક. વિચાર કરો, આપનારાએ કુરુક્ષેત્ર અને યાદવાસ્થળી બન્ને ટાળ્યાં. બસ હવે મુંબઇગરાનાં દુ:ખોનો અંત આવે એવી પરમાત્માને પ્રાર્થના. ૭-૮ વરસથી મેટ્રો માટે ખોદેલા રસ્તાઓ સાથે ચોમાસા ચૂપચાપ કાઢતા મુંબઇકરનો હવે આ નવા સૂત્રધારો વંશ ફળીભૂત થાય, સરળ થાય, જીવ્યું સાર્થક થાય એવું કૈંક કરે એવું ઇચ્છીએ. શાકભાજી તો કોવિડ દરમ્યાન તમે સસ્તા વેચ્યા હવે સુખ વ્હેંચો તો તમને અમારા ઉદ્ધારક જાણીએ. બાકી અમે, બસ મંગળવારે પ્રભાદેવી અને અન્ય વારોએ મુંબાદેવી-મહાલક્ષ્મી અને અન્ય નહીં સાંભળી શકતા સાંભળનારાઓને અમારી હાલાકી દૂર કરવાની જાહેર રાવ નાખતા રહીશું….
૨૯ જૂન, ૨૦૨૨ રોજ, મારા પરમપ્રિય આરાધ્ય હાસ્યકવિ શૈલ ચતુર્વેદી ૮૬માં વર્ષમાં પ્રવેશ્યા હોત… એમના ચિરંજીવી વિશાલે તમારા માટે સુંદર, અતિ સુંદર, આજના પરિપ્રેક્ષ્યમાં મહારાષ્ટ્રમાં બિલકુલ સંદર્ભસરની એક કવિતા મોકલી છે. આનંદ પામો…
હમારે લાખ મના કરને પર ભી
હમારે ઘર કે ચક્કર કાટતા હુઆ મિલ ગયા ભ્રષ્ટાચાર
હમને ડાંટા : નહીં માનોગે યાર?!
તો બોલા: ચલિયે આપને હમે યાર તો કહા…
અબ આગે કા કામ હમ સમ્હાલ લેંગે…
આપ હમકો પાલ લીજીયે
આપકે બાલ બચ્ચોંકો હમ પાલ લેંગે…
હમને કહા: ભ્રષ્ટાચારજી! કીસી નેતા યા અફસરકે બચ્ચોં કો
પાલના ઔર બાત હૈ…
ઇન્સાન કે બચ્ચેંકો પાલના આસાન નહીં હૈ…
તો વો બોલા! જો વક્ત કે સાથ નહીં ચલતા વો ઇન્સાન નહીં હૈ
મૈ આજ કા વક્ત હું, કલિયુગકી ધમનીઓંમે બહતા હુઆ રક્ત હું…
કહને કો કાલા હું, મગર મેરે કંઇ રંગ હૈ…
દહેજ, બેરોજગારી, શહરબંધ ઔર દંગે મેરે હી કાર્યક્રમ કે અંગ હૈં…
મેેર હી ઇશારે પર રાતમેં હુસ્ન નાચતા હૈ
ઔર દિનમેં પંડિત રામાયણ બાંચતા હૈ…
મૈ જીસકે સાથ હું વો હર કાનૂન તોડ સકતા હૈ
અદાલત કી કુર્સીકા ચહરા ચાહે કિસ ઔર મોડ સકતા હૈ
ઉસકે આંગન મેં અંગડાઇ લેતી હૈ ગુલાબી રાત
ઔર દરવાઝે પર દસ્તક દેતી હૈ સુનહરી ભોર…
ઉસકે હાથમેં ચાંદી કા જૂતા હૈ, જીસકે સર પર પડતા હૈ
વોહી ચિલ્લાતા હૈ : ‘વન્સ મોર’, ‘વન્સ મોર’
ઇસી લીયે કહતા હું કે મેરે સાથ હો લો…
ઔર બહતી ગંગા મેં હાથ ધો લો…
હમને કહા: ગટર કો ગંગા કહ રહે હો?…
યે તો વક્ત કી બાત હૈ જો ભારતવર્ષ મેં રહ રહે હો…
વો બોલા: ભારત ઔર ભ્રષ્ટાચાર કી રાશી એક હૈ…
કશ્મીર સે લે કર ક્ધયાકુમારી તક હમારી હી દેખરેખ હૈ…
રાજનીતિ હમારી પ્રેમિકા ઔર પાર્ટી ઔલાદ હૈ…
આઝાદી હમારી આયા ઔર નેતા હમારા દામાદ હૈ…
વધુ આવતે રવિવારે… એમ કૈં શૈલજીની વર્ષગાંઠ એક જ દિવસ પૂરતી થોડી ઉજવાય.
આજે આટલું જ…

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.