એવરગ્રીન જીન્સનાં અવનવાં રૂપ

લાડકી

ફેશનની દુનિયામાં જેટલું પરિવર્તન દિવસે નથી આવતું એટલું પરિવર્તન રાતે જોવા મળે છે. તેમ છતાં પણ કેટલાંક એવાં આઉટફિટ્સ કે પેટર્ન હોય છે જે એવરગ્રીન હોય છે. દાખલા તરીકે વાત કરીએ તો સાડી, બાંધણી, પટોળાં વગેરે વગેરે… ખેર આ તો થઈ વાત ટ્રેડિશનલ આઉટફિટ્સની. વેસ્ટર્ન આઉટફિટની વાત કરીએ તો સૌથી પહેલાં યાદ આવે જીન્સ એન્ડ ડેનિમની… સ્ટાઇલિશ લુકની સાથે સાથે સૌથી આરામદાયક ફીલિંગ આપે છે… આજે આપણે અહીં વાત કરીશું કેટલીક એવી ટિપ્સ વિશે કે જેની મદદથી તમે તમારા હાઈટ એન્ડ બોડી શેપ પ્રમાણે જીન્સની પસંદગી કરીને સ્ટાઇલિશ અને ગ્લેમરસ લુક મેળવી શકો છો. તો ચાલો વધારે સમય વેડફ્યા વિના વાત કરીએ કે કયું જીન્સ બેસ્ટ છે તમારા માટે…

ફેશન -મૌસમી પટેલ

ફ્લેર્ડ જીન્સ
છેલ્લાં બેથી ત્રણ વરસમાં આ જીન્સનો ખાસ્સો ક્રેઝ જોવા મળે છે યુવતીઓમાં. હોલિવૂડથી લઈને બોલિવૂડની એક્ટ્રેસ સુધ્ધાં આ પેટર્નને પસંદ કરી રહી છે. સ્ટાઇલિશ લુક માટે તમે ફ્લેર્ડ જીન્સની સાથે પ્લેન લૂઝ ટીશર્ટ પહેરી શકો છો. જે યુવતી કે મહિલાઓનાં પગ કે સાથળ પાતળાં હોય એ લોકો માટે
આ એકદમ પરફેક્ટ ચોઇસ છે.
——
રિપ્ડ જીન્સ
લાંબા સમયથી ટ્રેન્ડમાં રહેલા આ જીન્સ યંગ જનરેશનમાં હોટ ફેવરિટ છે. સ્ટાઇલિશ અને સ્ટનિંગ લુક માટે આ જીન્સ ચોક્કસ ટ્રાય કરવાં જોઈએ. પ્લેન વ્હાઇટ ટીશર્ટની સાથે બ્લુ કલરનું રિપ્ડ જીન્સ પરફેક્ટ મેચ લાગે છે. બોલિવૂડ અને ટીવીની એક્ટ્રેસ પણ સ્ટાઇલિશ લુક માટે આ કોમ્બિનેશન ટ્રાય કરવાનું પસંદ કરે છે…
——–
સ્કિન ફિટ જીન્સ
સ્કિન ફિટ જીન્સ ક્યારેય આઉટ ઓફ ટ્રેન્ડ નથી થતા, એટલે આ પણ એક બેસ્ટ ઓપ્શન સાબિત થઇ શકે છે. સતત ટ્રેન્ડમાં રહેતી આ પેટર્નને દુનિયાભરની યુવતીઓ પસંદ કરે છે. આ જીન્સનો સૌથી મહત્ત્વનો ફાયદો એ છે કે તમે એને સરળતાથી સ્ટાઇલ કરી શકો છો. સ્ટાઇલિશ ટોપ પહેરીને તમે એને પાર્ટીવેર પણ બનાવી શકો છે. જે યુવતીઓનાં સાથળ થોડાં ભરાવદાર હોય એમના માટે આ એક બેસ્ટ ઓપ્શન છે.
——-
હાઈ વેસ્ટ જીન્સ
અત્યારે હાઈ વેસ્ટ જીન્સ ખાસ્સા એવા ટ્રેંડમાં છે. મોટા ભાગની યુવતીઓ આ હાઈ વેસ્ટ જીન્સને લઈને ગૂંચવણમાં મુકાઈ જાય છે કે આ સ્ટાઇલને કેરી કરવી જોઈએ કે નહીં? પણ કોઈ પણ પ્રકારની શંકા વિના તમે બિનધાસ્ત આ સ્ટાઇલને કેરી કરીને ગ્લેમરસ લુક મેળવી શકો છો. હાઈ વેસ્ટ જીન્સની સાથે ક્રોપ ટોપનું કોમ્બિનેશન તમારી પર્સનાલિટીને ચાર ચાંદ લગાવી દેશે, પણ આ કોમ્બિનેશન ટ્રાય કરતાં પહેલાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમે બેલી ફેટનો પ્રોબ્લેમ ફેસ ન કરતા હોવ. જો એવું હોય તો આ સૌથી મોટું ફેશન બ્લન્ડર સાબિત થઈ શકે છે. ઉ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.