એક મેગીએ લાવ્યો પતિ-પત્નીના સાત જન્મોના સંબંધનો અંત!

લાડકી

ફોકસ -અનુજા દોશી

આજકાલ આમ તો છૂટાછેડા એ કંઈ મોટી વાત નથી, બે વ્યક્તિને એકબીજા સાથે નથી બનતું કે પરિવારમાં એડજસ્ટ નથી થઈ શકાતું તો બસ છૂટા પડી જવાનું. આપણે સમાચારમાં પણ અવારનવાર એવા અનેક કેસ કે કિસ્સા વિશે વાંચતા હોઈએ છીએ કે જેના વિશે વાંચીને આપણને એકાદ ક્ષણ માટે તો એવું જ થઈ જાય કે આટલા અમથા કારણ માટે કોઈ કઈ રીતે છુટ્ટા પડી શકે છે, બરાબરને? પણ તમે ક્યારેય વિચાર્યું છે કે બે મિનિટમાં બની જતી મેગી ક્યારેય કોઈ કપલમાં છૂટાછેડાનું કારણ બની શકે? સવાલ સાંભળીને જ તમને એવું થશે કે આવું તે હોતું હશે? પણ આજે આપણે અહીં વાત કરીશું એક એવા કેસ વિશે કે જેમાં એક વ્યક્તિએ મેગીને કારણે પોતાની પત્નીને છૂટાછેડા આપ્યા છે અને જજે ખુદ આ કેસને ‘મેગી કેસ’ એવું વિચિત્ર નામ આપ્યું છે. કર્ણાટકના બેલ્લારીમાં આ વિચિત્ર કેસ જોવા
મળ્યો છે.
આ કેસ વિશે વાત કરતાં જેજે જણાવ્યું હતું કે ‘આ ખરેખર એક વિચિત્ર કેસ હતો અને આના જેટલો વિચિત્ર કેસ મેં ક્યારેય મારી જિંદગીમાં જોયો નથી. આ કેસમાં પતિએ ફરિયાદ કરી હતી કે તેની પત્નીને મેગી સિવાય બીજું કંઈ બનાવતાં નથી આવડતું અને તે કરિયાણું ખરીદવાના નામે દુકાનમાંથી માત્ર ને માત્ર મેગીનાં પેકેટ જ ખરીદે છે.
બ્રેકફાસ્ટથી લઈને રાતના ડિનરમાં બસ તે મને મેગી જ
ખવડાવે છે. પતિએ પોતાની ફરિયાદમાં એવો દાવો પણ કર્યો
છે કે તે પોતાની પત્નીને અલગ અલગ વસ્તુઓ બનાવવાનું શિખડાવવા તૈયાર છે, પણ પત્નીને કંઈ નવું બનાવવાનું શીખવું સુધ્ધાં નથી.’
કોર્ટે આખી ઘટનાને સમજીને અને વિચારીને આખરે પતિનું દુ:ખ સમજીને તેની છૂટાછેડાની માગણીને માન્ય રાખી હતી. બસ, એક મેગીને કારણે પતિ-પત્નીના સાત જન્મોનો સંબંધ એક ઝટકામાં તૂટી ગયો.
જોકે મેગી કેસ જેવા બીજા કિસ્સા પણ આપણે આપણી આસપાસમાં જોયા જ હશે અને એમાંથી જ કેટલાક જૂજ કેસ વિશે વાત કરવાની થાય તો એક પતિએ પત્ની પાસે એટલા કારણસર છૂટાછેડા માગ્યા હતા કે તેની પત્નીએ તેની પ્લેટમાં અલગ જગ્યાએ મીઠું નાખી દીધું હતું.
તો એક પત્નીએ પતિને એ કારણસર છૂટાછેડા આપ્યા હતા કે તેમનું વેડિંગ શૂટ પસંદ નહોતું આવ્યું અને બસ આ કારણે તેણે છૂટાછેડા માટે અરજી કરી હતી.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.