Homeઆપણું ગુજરાતએક બે નહીં 50 વિદ્યાર્થી લાયસન્સ વિના ફરતા મળ્યા

એક બે નહીં 50 વિદ્યાર્થી લાયસન્સ વિના ફરતા મળ્યા

નાના શહેરોમાં પણ વિદ્યાર્થીઓ હવે સાયકલ નહીં, પણ બાઈકમાં કે ટૂ-વ્હીલરમાં ફરતા થઈ ગયા છે. જુનાગઢમાં આવી જ એક ડ્રાઈવમાં ટ્રાફિક પોલીસે એક ઝાટકે 50 જેટલા વિદ્યાર્થીને લાયસન્સ વિના ઝડપ્યા હતા.
જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલી એક સ્કૂલમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પાસે લાયસન્સ ન હોવા છતા વાહનો લઈને આવતા હોવાનું પોલીસના ધ્યાન પર આવ્યું હતું. જેના પગલે ટ્રાફિક પોલીસે આજે સ્કૂલ નજીક ચેકિંગ ડ્રાઈવર યોજી 50 જેટલા લાયસન્સ વગર વાહન ચલાવતા વિદ્યાર્થીઓને ઝડપી તેમના વાલીઓને બોલાવ્યા હતા અને વાહનો ડીટેઈન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ ઘટના લાલ બત્તી સમાન પણ છે. સ્કૂલે જતા બાળકો જો 18 વર્ષના ન હોય તો તેમનું લાયસન્સ બનતું જ નથી, પરંતુ વાલીઓ તેમના હાથમાં ચાવી આપી દે છે. મોટા ભાગના છોકરા કે છોકરી 15 વર્ષના થાય કે તેમની પહેલી જીદ ટૂ વ્હીલર લેવાની હોય છે અને માતા-પિતા તે પૂરી પણ કરતા હોય છે. સાયકલ ચાલવી કસરત કરવાનું કે જાહેર પરિવહનનો ઉપયોગ કરવાનું બાળકોને શિખવાડવામાં આવતું નથી.
લાયસન્સ મેળવવાની ઉમંર ન થઈ હોય તેમ છતા વાલીઓ પોતાના સંતાનને વાહન ચલાવવા માટે આપી દેતા હોય છે. ક્યારેક વિદ્યાર્થીઓ અકસ્માત સર્જતા હોય છે જેમાં તેઓ પોતે અથવા સામેની વ્યકિત ભોગ બનતા હોય છે. ત્યારે જૂનાગઢ ટ્રાફિક પોલીસને વિદ્યાર્થીઓ લાયસન્સ વગર જ વાહન ચલાવતા હોવાની માહિતી મળી હતી. જેથી આજે ટ્રાફિક પોલીસે ઝાંઝરડા રોડ પર આવેલી જાવિયા સ્કૂલ પાસે ચેકિંગ ડ્રાઈવ યોજી હતી. જેમાં એક જ શાળાના 50 જેટલા વિદ્યાર્થીઓ લાયસન્સ વગર જ વાહન ચલાવતા મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પોલીસે તમામ વિદ્યાર્થીઓના વાલીઓને ઘટનાસ્થળ પર બોલાવી વાહનો ડીટેઈન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે શાળા સંચાલકોને પણ વિદ્યાર્થીઓ લાયસન્સ વગર વાહન લઈને શાળામાં ન આવે તેનું ધ્યાન રાખવા માટે નિર્દેશ કરવામાં આવ્યો હતો. પોલીસની આ કામગીરી સરાહનીય છે, પરંતુ માતા-પિતા અને સ્કૂલ સંચાલકોએ વધારે જવાબદાર બનવાની જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular