Homeસ્પોર્ટસઈંગ્લેન્ડ ક્રિકેટના પૂર્વ કેપ્ટન ઇયોન મોર્ગને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધી નિવૃતિ

ઈંગ્લેન્ડ ક્રિકેટના પૂર્વ કેપ્ટન ઇયોન મોર્ગને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધી નિવૃતિ

લંડન: ઇગ્લેન્ડને વન-ડે વર્લ્ડકપમાં પ્રથમવાર ચેમ્પિયન બનાવનારા પૂર્વ કેપ્ટન ઈયોન મોર્ગને ક્રિકેટના તમામ ફોર્મેટમાથી નિવૃતિની જાહેરાત કરી હતી. તેણે ૧૩ ફેબ્રુઆરીએ નિવૃતિની જાહેરાત કરી હતી. જો કે, મોર્ગને ગયા વર્ષે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી પરંતુ તે ફ્રેન્ચાઇઝી ક્રિકેટ રમતો હતો. પરંતુ તે ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં પણ રમતો જોવા નહી મળે.
૩૬ વર્ષીય મોર્ગન તાજેતરમાં દક્ષિણ આફ્રિકાની ટી-૨૦ લીગમાં રમતો જોવા મળ્યો હતો. અહીં તેણે પાર્લ રોયલ્સ માટે કુલ ૭ મેચ રમી હતી. તે આ લીગમાં ફ્લોપ રહ્યો હતો. અગાઉ તે અબુ ધાબી ટી-૧૦માં ન્યૂયોર્ક સ્ટ્રાઈકર્સ અને ઈંગ્લેન્ડની ‘ધ હન્ડ્રેડ’ ટૂર્નામેન્ટમાં લંડન સ્પિરિટ તરફથી રમતો જોવા મળ્યો હતો. મોર્ગને એક નિવેદનમાં કહ્યું હતું કે હું ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરતાં ખૂબ જ ગર્વ અનુભવું છું. ઘણા વિચારણા કર્યા પછી હું માનું છું કે આ રમતથી દૂર જવાનો હવે યોગ્ય સમય છે જેણે મને વર્ષોથી ઘણું બધું આપ્યું છે.
ઇયોન મોર્ગન આયરલેન્ડનો ક્રિકેટર હતો. વર્ષ ૨૦૦૩માં તેણે આયરલેન્ડમા ઘરેલુ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. અહીં લિસ્ટ-એ અને ફર્સ્ટ ક્લાસ મેચમાં સારા પ્રદર્શન બાદ તેને આયરલેન્ડની ટીમમાં જગ્યા મળી હતી. મોર્ગને ઓગસ્ટ ૨૦૦૬માં આયરલેન્ડ તરફથી વન-ડેમાં ઘઉઈં ડેબ્યૂ કર્યું હતું. આ પછી થોડા વર્ષોમાં તેણે આયરલેન્ડને બદલે ઇંગ્લેન્ડ સાથે રમવાનું શરૂ કર્યું. તે ઈંગ્લેન્ડ માટે સારો ખેલાડી સાબિત થયો. તેણે પહેલીવાર વન-ડે વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડને ચેમ્પિયન બનાવ્યું હતું.
ઇયોન મોર્ગને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ત્રણેય ફોર્મેટમાં ૧૦,૦૦૦થી વધુ રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં તે ફ્લોપ રહ્યો હતો પરંતુ તેણે વન-ડે અને ટી-૨૦માં મહત્વની ઇનિંગ્સ રમી અને ટીમને જીત અપાવી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના નામે ૧૬ સદી અને ૬૪ અડધી સદી છે. તેણે આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટનશીપ પણ કરી છે.ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular