Homeદેશ વિદેશઇન્ડોનેશિયામાં ભૂકંપ: ૬૨નાં મોત

ઇન્ડોનેશિયામાં ભૂકંપ: ૬૨નાં મોત

ધરતીકંપ: ઇન્ડોનેશિયાના વેસ્ટ જાવા પ્રાંતના સિયાન્જુરમાં ધરતીકંપ આવતાં ઇજા પામેલા લોકોને સ્થાનિક હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. (તસવીર: પીટીઆઈ)
—-
જકાર્તા: ઇન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવા પર સોમવારે અનુભવાયેલ ભૂકંપના આંચકાથી ઓછામાં ઓછા ૬૨ જણ માર્યા ગયા હતા, ડઝનેક ઇમારતોને નુકસાન થયું હતું અને સલામતી માટે રહેવાસીઓ શેરીઓમાં દોડી ગયા હતાં.
યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે ૫.૬ની તીવ્રતાનો ભૂકંપ પશ્ર્ચિમ જાવા પ્રાંતના સિઆનજુર ક્ષેત્રમાં દસ કિલોમીટરની ઊંડાઈમાં કેન્દ્રિત થયો હતો.
નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીના વડા સુહર્યંતોએ જણાવ્યું હતું કે ૬૨ જણનાં મોત થયા ંછે અને લગભગ ૭૦૦ લોકો ઘાયલ થયા છે. સિઆનજુરની આસપાસ અનેક સ્થળે ભૂસ્ખલન નોંધાયાં હતાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે બોર્ડિંગ સ્કૂલ, હોસ્પિટલ અને અન્ય જાહેર સુવિધાઓ સહિતની ડઝનેક ઇમારતોને નુકસાન થયું હતું.
સૂત્રોએ વધુ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જાનહાનિ અને નુકસાનના પ્રમાણ વિશે હજુ પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.
બૃહદ જકાર્તા વિસ્તારમાં પણ ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. રાજધાનીમાં ઊંચી ઇમારતો ડોલી હતી અને કેટલાકને બહાર કાઢવામાં આવ્યા હતા.
દક્ષિણ જકાર્તામાં એક કર્મચારીએ જણાવ્યું હતું કે ભૂકંપ ખૂબ જોરદાર અનુભવાયો હતો. મારા સાથીદારો અને મેં ઇમરજન્સી સીડીનો ઉપયોગ કરીને નવમા માળે અમારી ઓફિસમાંથી બહાર નીકળવાનું નક્કી કર્યું હતું.
સમગ્ર દેશમાં વારંવાર ધરતીકંપ આવે છે, પરંતુ જકાર્તામાં તેનો અનુભવ થવો તે અસામાન્ય બાબત છે.
આ દેશમાં વારંવાર ધરતીકંપ થાય છે, જ્વાળામુખી ફાટે છે અને સુનામી ત્રાટકે છે.
ફેબ્રુઆરીમાં, પશ્ર્ચિમ સુમાત્રા પ્રાંતમાં ૬.૨ની તીવ્રતાના ભૂકંપમાં ઓછામાં ઓછા પચીસ લોકો માર્યા ગયા અને ૪૬૦થી વધુ ઘાયલ થયા. જાન્યુઆરી, ૨૦૨૧માં, પશ્ર્ચિમ સુલાવેસી પ્રાંતમાં ૬.૨ની તીવ્રતાના ભૂકંપમાં સોથી વધુ લોકો માર્યા ગયા હતા અને લગભગ ૬,૫૦૦ જણ ઘાયલ થયા હતા.
૨૦૦૪માં હિંદ મહાસાગરમાં આવેલા એક શક્તિશાળી ભૂકંપ અને સુનામીના કારણે ડઝનેક દેશોમાં લગભગ ૨,૩૦,૦૦૦ લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટા ભાગના ઈન્ડોનેશિયાના હતા. (એજન્સી)ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular