ઇજાગ્રસ્ત મેરી કોમ કોમનવેલ્થ ગેમ્સમાં નહીં રમી શકે

સ્પોર્ટસ

નવી દિલ્હી: પીઢ ભારતીય બૉક્સર મેરી કોમે અહીં ટ્રાયલ મેચમાં ઘૂંટણમાં થયેલી ઇજાને કારણે ભારે હૈયે મેચ છોડી દેતાં બર્મિંગહામમાં રમાનારી કોમનવેલ્થ ગેમ્સમાંથી બાકાત થઇ ગઇ હતી. છ વાર વિશ્ર્વ ચેમ્પિયન રહેલી મેરી કોમનો ઘૂંટણ એક ટ્રાયલ મેચની ૪૮ કિલોગ્રામની સેમિફાઇનલમાં સ્પર્ધક હરિયાણાની નીતુ સામે રમતા મચકોડાઇ ગયો હતો. મેચ શરૂ થવાની થોડી મિનિટોમાં જ આ ઘટના બની હતી.
૨૦૧૮માં કોમન વેલ્થગેમ્સમાં એ સુવર્ણ ચંદ્રક મેળવનારી પ્રથમ ભારતીય મહિલા બૉક્સર બની હતી.
‘છ વખત વિશ્ર્વ ચેમ્પિયન રહી ચૂકેલી મેરી કોમ શુક્રવારે થયેલી ઇજાને કારણે કૉમનવેલ્થ ગેમ્સ,૨૦૨૨ માટે ચાલી રહેલી મહિલા બૉક્સિગં ટ્રાયલમાંથી ખસી ગઇ છે.’ એમ બૉક્સિગં ફેડરેશન ઓફ ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
બીજી બાજુ વિશ્ર્વ ચેમ્પિયન નિખાત ઝરીન અને ટોક્યો ઓલિમ્પિક કાંસ્યચંદ્રક વિજેતા લોવલિના બોર્ગોહેને પોતપોતાના વજન વર્ગમાં ભારે જીત મેળવતા તેમનો કોમનવેલ્થ ગેમ્સમાં રમવા જવાનો માર્ગ પ્રશસ્ત થયો હતો.
શનિવારે ૪૮, ૫૦, ૬૦, ૭૦ પ્રત્યેક વજન વર્ગમાં ફાઇનલ મેચ રમાશે. ઉ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.