આ શૂઝ છે તમારા મૉન્સૂન કલેક્શનમાં?

લાડકી

ફેશન -મૌસમી પટેલ

ફ્લોટર્સ
ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જેણે ક્યારેય ફ્લોટર્સ ટ્રાય ન કર્યા હોય. ફ્લોટર્સની સૌથી મોટી ખાસિયત એ છે કે ભીના થયા બાદ પણ તેની ડિઝાઈનને કારણે ક્યારેય તમે સ્લિપ નહીં થાઓ કે ન તો એ ક્યારેય તમારા પગમાંથી બહાર નીકળશે. ફ્લોટર્સની આ ખાસિયત જ તેને મૉન્સૂન માટે બેસ્ટ ઓપ્શન બનાવવાનું કામ કરે છે.
——-
ઉનાળો વિદાય લઈ રહ્યો છે અને રિમઝિમ વર્ષાઋતુ પા પા પગલી માંડતી ઉંબરે આવીને ઊભી છે, ત્યારે સમય આવી ગયો છે વૉર્ડરોબના કલેક્શનને અપડેટ કરવાનો. છત્રી અને રેઈનકોટ તો તમને વરસાદમાં ભીંજાવાથી બચાવે છે, પણ તમારા શૂઝ એવું કરવામાં અસમર્થ છે. પાણી અને કીચડને કારણે તમારા શૂઝની સાથે સાથે પગની સ્કિનને પણ નુકસાન પહોંચવાની પૂરેપૂરી શક્યતા રહે છે. આટલું ઓછું હોય તેમ ભીના શૂઝમાંથી દુર્ગંધ આવવાની શક્યતા પણ રહેલી છે.
બટ ડોન્ટ વરી, આજે આપણે અહીં વાત કરીશું કેટલીક એવી નાની નાની ટિપ્સ વિશે કે જેને કારણે આ મૉન્સૂનમાં તમારે આ બધી મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને તેની સાથે સાથે તમે સ્ટાઈલિશ પણ દેખાશો…
——-
ગમબૂટ
એક સમયે એકદમ પ્લેન અને સાદા સિમ્પલ દેખાતા ગમબૂટની દુનિયા હવે ધરમૂળથી
બદલાઈ ગઈ છે. હવે તો એકદમ જાત-
જાતના કલરફુલ ગમબૂટથી બજારો ઊભરાઈ
રહી છે.
મૉન્સૂન માટે શૂઝ પસંદ કરતી વખતે ચોક્કસ જ તમે આ શૂઝને પણ ધ્યાનમાં રાખજો. ઘૂંટણ સુધીના પગને કવર કરી લેતા આ શૂઝથી વધુ સારો ઓપ્શન તમને કદાચ જ મળશે.
——-
પીવીસી શૂઝ
પૉલી વિનાઈલ ક્લોરાઈડ કે પછી પીવીસી અને લાઈક્રામાંથી બનેલા શૂઝ ફેશનનો એક મહત્ત્વનો હિસ્સો બની ગયા છે અને મૉન્સૂન માટે પણ એક બેસ્ટ ઓપ્શન બની રહ્યા છે. આ શૂઝ મજબૂત હોવાની સાથે સાથે જ સ્ટાઈલિશ પણ હોય છે. કોઈ પણ પ્રકારના આઉટફિટ્સ સાથે સરળતાથી આ શૂઝ મેચ થઈ જાય છે, એટલે એની ચિંતા પણ દૂર થઈ જાય છે કે આ શૂઝ સાથે કયા પ્રકારનાં આઉટફિટ્સ પહેરવાં જોઈએ…
———
ફ્લિપફ્લૉપ્સ
ફ્લિપફ્લોપ્સ ચોમાસા માટે બેસ્ટ છે એવું નથી, પણ એનું કમ્ફર્ટ લેવલ પણ એકદમ જોરદાર છે. શોર્ટ્સ, જીન્સ, ડ્રેસ કે પછી બીજા કોઈ પણ આઉટફિટ્સ સાથે તમે એને સરળતાથી સ્ટાઈલ કરી શકો છો. સૌથી મહત્ત્વની વાત એટલે વરસાદમાં ભીંજાયા બાદ આ ફ્લિપફ્લોપ્સને કોઈ નુકસાન તો નથી જ પહોંચતું, પણ તેની સાથે સાથે તે ઝડપથી સુકાઈ પણ જાય છે. એટલે ભીના શૂઝમાંથી આવતી દુર્ગંધનો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે.
——-
ક્રોક્સ
ફ્લિપફ્લોપ્સની જેમ ક્રોક્સ પણ ઓલ ટાઈમ ઈન છે ફેશનમાં. ક્રોક્સનું મટીરિયલ ખૂબ જ
હળવું હોય છે. આ સિવાય આ સ્ટાઈલના શૂઝ પહેરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે આ
શૂઝમાં હવાની અવરજવર પણ ખૂબ જ
સરળતાથી થાય છે એટલે ભીના પગ ઝડપથી સુકાઈ જાય છે. દેખાવમાં પણ આકર્ષક હોવાને કારણે આ મૉન્સૂનમાં તમે ક્રોક્સ સ્ટાઈલ કૅરી કરી શકો છો…

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.