આસામમાં ભારે વરસાદ: ચેરાપુંજીમાં ૨૭ વર્ષનો રેકોર્ડ તૂટ્યો

દેશ વિદેશ

 યુનિવર્સિટીએ પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાની તમામ પરીક્ષાઓ રદ કરી

આસામમાં બારે મેઘ ખાંગા: આસામની રાજધાની ગૌહાટીમાં અનેક હોસ્ટેલ્સમાં પાણી ભરાઇ જવાથી પરેશાન વિદ્યાર્થીઓ પોતાના સરસામાન સાથે સલામત જગ્યા પર જવા સ્થળાંતર કરી રહ્યા હતા.

ગુવાહાટી: ઉત્તર ચેરાપુંજીમાં બુધવાર સવાર સુધીમાં ૮૧૧.૬ મિમી જેટલો વરસાદ થતાં જૂન મહિનાનો છેલ્લાં સત્યાવીસ વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો. આસામ સહિતના ઉત્તર-પૂર્વ રાજ્યોમાં ભારે વરસાદ થવાથી અનેક જગ્યાએ શાળા-કૉલેજ ગુરુવારે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આસામની રાજધાની ગુવાહાટીના કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ભૂ-સ્ખલન થયું હતું. શહેરના અનિલનગર, નવીન નગર, રાજગઢ લિન્ક રોડ, રૂકમિણીગાંવ જોવા અનેક વિસ્તારો ભારે વરસાદથી પ્રભાવિત થયા હતા. રાજ્યમાં પૂર તથા ભેખડો ધસી પડવાથી ૪૨નાં મોત થયા હતા. ગીતાનગર, સોનાપુર, કાલાપહાડ અને નિજરાપર વિસ્તારના રસ્તાઓ બંધ થઇ ગયા હતા. યુનિવર્સિટીએ પણ પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાની તમામ પરીક્ષાઓ રદ્દ કરવાની ફરજ પડી હતી.
વેધશાળાના જણાવ્યા મુજબ નૈર્ઋત્યનું ચોમાસું મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિળનાડુ અને આંધ્ર પ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે.

4 thoughts on “આસામમાં ભારે વરસાદ: ચેરાપુંજીમાં ૨૭ વર્ષનો રેકોર્ડ તૂટ્યો

    1. ઇ-પેપરનો પ્રોબ્લેમ સોલ્વ થઇ ગયો છે. આપની પ્રતિક્રિયા અંગે આભાર. મુંબઇ સમાચારને આવી જ રીતે વાંચતા રહેજો.

    1. ઇ-પેપરનો પ્રોબ્લેમ સોલ્વ થઇ ગયો છે. આપની પ્રતિક્રિયા અંગે આભાર. મુંબઇ સમાચારને આવી જ રીતે વાંચતા રહેજો.

ATUL NANUBHAI UPADHYAY ને પ્રતિશાદ આપો જવાબ રદ કરો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.