કોલંબિયામાં સાત વર્ષના એક છોકરાને એઇડ્સ છે. આમ જુઓ તો એઇડ્સ હવે એટલી હદે વ્યાપક બની ગયો છે કે કોઈ બાળકને એઇડ્સ હોય તેમાં હવે કોઈને નવાઈ નથી લાગતી. પણ આ બાળકનો કિસ્સો જરા જુદો છે. આ બાળકના પિતાનું નામ છે બ્રાયન સ્ટીવર્ટ અને બાળકના માતાનું નામ છે જેનિફર. જેનિફરનો અને પોલીસનો દાવો એવો છે કે આ છોકરો અગિયાર જ મહિનાનો હતો ત્યારે તેના પિતાએ તેના શરીરમાં એઇડ્સના દરદીનું લોહી ભરેલું ઇન્જેકશન ઘુસાડીને પિચકારી મારી હતી. એ વિશે પોલીસની થિયરી એવી છે કે બ્રાયન અને જેનિફર છૂટાછેડા લઈ રહ્યાં હતાં ત્યારે બ્રાયનને ચિંતા પેઠી કે જો તેનો દીકરો જીવતો રહેશે તો તેણે દીકરાનું પણ ભરણપોષણ આપવું પડશે. એ જવાબદારીમાંથી છટકવા, પૈસા બચાવવા તેણે આ માર્ગ અપનાવ્યો. અને તેનું પરિણામ એ આવ્યું કે અગિયાર મહિનાની ઉંમરથી જ બ્રાયન-જેનિફરનો દીકરો સતત હૉસ્પિટલ અને ઘર વચ્ચે સફર કરતો રહ્યો છે. પહેલા તો કોઈને ખબર જ નહોતી પડી કે આ છોકરો વારંવાર માંદો શા માટે પડે છે. પછી રહી રહીને ખબર પડી કે આ બચ્ચાને તો એઇડ્સ છે. દીકરાને એઇડ્સનો ચેપ લગાડ્યા પછી બ્રાયન જેનિફરને એવું કહેવા લાગેલો કે દીકરાના ભરણપોષણની તું ચિંતા ન કર, કારણ કે એ તો લાંબું જીવવાનો જ નથી. બ્રાયનના આ વિશ્ર્વાસ પર જેનિફરને શંકા ગઈ છે કે તેના પુત્રને બ્રાયને જ એઇડ્સનો ચેપ લગાડ્યો છે. ઉ
