મુંબઈ: શ્રદ્ધા વાલકર હત્યાકેસના આરોપી આફતાબ પૂનાવાલાને લઇ જતી પોલીસ વેન પર અમુક શખસોએ શસ્ત્રોથી હુમલો કર્યો હતો. આફતાબને સોમવારે પોલીગ્રાફ ટેસ્ટ માટે દિલ્હીના રોહિણીમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ) ખાતે લાવવામાં આવ્યો હતો. એફએસએલની બહાર તેને પોલીસ વેનમાં લઇ જવાઇ રહ્યો હતો ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો, એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
દરમિયાન હુમલો કરનારા લોકોને તાબામાં લેવામાં આવ્યા હતા અને શસ્ત્રો જપ્ત કરવામાં આવ્યાં હતાં. સોમવારે સાંજે ૬.૪૫ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. એફએસએલ બહાર એકઠા થયેલા હુમલાખોરો તલવાર લઇને આવ્યા હતા અને તેઓ આફતાબને મારવાની વાત કરી રહ્યા હતા, એમ સૂત્રોએ કહ્યું હતું.
આફતાબ પૂનાવાલાને લઇ જતી પોલીસ વેન પર કરાયો હુમલો
RELATED ARTICLES