આજનું પંચાંગ

અવર્ગીકૃત

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), બુધવાર,
તા. ૮-૬-૨૦૨૨, દુર્ગાષ્ટમી, બુધાષ્ટમી,
) ભારતીય દિનાંક ૧૮, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૪
) વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, જયેષ્ઠ સુદ-૮
) જૈન વીર સંવત ૨૫૪૮, માહે જયેષ્ઠ, તિથિ સુદ-૮
) પારસી શહેનશાહી ૨૭મો આસમાન, માહે ૧૦મો દએ, સને ૧૩૯૧
) પારસી કદમી રોજ ૨૭મો આસમાન, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૧
) પારસી ફસલી રોજ ૨૦મો બહેરામ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૧
) મુુસ્લિમ રોજ ૮મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૩
) મીસરી રોજ ૯મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૩
) નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની મધ્યરાત્રિ પછી ક. ૨૮-૩૦ સુધી (તા. ૯મી), પછી હસ્ત.
) ચંદ્ર સિંહમાં સવારે ક. ૧૦-૦૩ સુધી, પછી ક્ધયામાં
) ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ), ક્ધયા (પ, ઠ, ણ)
) સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૨, અમદાવાદ ક. ૦૫ મિ. ૫૫ સ્ટા.ટા.,
) સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૨, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૨ સ્ટા. ટા.,
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
) ભરતી : સાંજે ક. ૧૮-૨૭,
) ઓટ: સવારે ક. ૧૧-૧૭, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૧૫ (તા. ૯)
) વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, જયેષ્ઠ શુક્લ – અષ્ટમી. દુર્ગાષ્ટમી, બુધાષ્ટમી, મેલાક્ષીર ભવાની (કાશ્મીર), સૂર્ય મૃગશીર્ષમાં બપોરે ક. ૧૨-૩૯. વાહન ગર્દભ
) શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
) મુહૂર્ત વિશેષ: લગ્ન,ખાત મુહૂર્ત, સર્વદેવ પ્રતિષ્ઠા. વિનાયક પૂજા, સૂર્યનારાયણ, શિવ-પાર્વતી, વિષ્ણુ-લક્ષ્મી પૂજા. સૂર્યપૂજા, પીપળાનું પૂજન, ધ્રુવદેવતાનું પૂજન, સ્થિર કાર્યો, નવા વસ્રો, આભૂષણ, દુકાન-વેપાર, નોકરી, દસ્તાવેજ મિત્રતા, નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, સર્વશાંતિ શાંતિ પૌષ્ટિક, રાજ્યાભિષેક, પાટ-અભિષેક, બગીચો બનાવવો, ધજા, કળશ પતાકા ચઢાવવી, રોપા વાવવા, બી વાવવું, ખેતીવાડી, ધાન્ય ભરવું, નવી તિજોરીની સ્થાપના.
) સૂર્યના અભ્યાસ મુજબ સોનુ-ચાંદી ધાન્ય, રૂ, રેશમ, સૂતર, શણ, કપૂર, કસ્તૂરી, મગ, મઠ, બાજરો, અળસી વગેરેમાં તેજી આવે. પશુઓમાં રોગ વાયુ, કેટલેક ઠેકાણે પશુઓમાં રોગો પેદા થાય. હવામાનમાં વાયુ-વંટોળ જણાય. મંગળના અભ્યાસ મુજબ ચાંદીમાં મોટી તેજી આવે. ઘઉં, જવ, ચણા, મગ, મઠ, જુવાર, બાજરા વગેરેમાં મંદી આવે. સોનામાં સાધારણ મંદી જણાય. રૂમાં ઘટવધ થઈ તેજી આવે.
) આચમન: ચંદ્ર-નેપ્ચ્યૂન પ્રતિયુતિ અનીતિમાન, ચંદ્ર-બુધ ત્રિકોણ તીવ્રબુદ્ધિપ્રતિભા, ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ લોહીવિકારની શક્યતા.
) ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચ્યૂન પ્રતિયુતિ, ચંદ્ર-બુધ ત્રિકોણ, ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ (તા. ૧૦) સૂર્ય મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ, મંગળ રેવતી નક્ષત્ર પ્રવેશ.
) ગ્રહ ગોચર: સૂર્ય-વૃષભ, મંગળ-મીન, માર્ગી બુધ-વૃષભ, ગુરુ-મીન, શુક્ર-મેષ, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

1 thought on “આજનું પંચાંગ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.