આજનું પંચાંગ

પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર વર્ષાઋતુ), શનિવાર, તા. ૯-૭-૨૦૨૨

* ભારતીય દિનાંક ૧૮, માહે આષાઢ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, આષાઢ સુદ-૧૦
* જૈન વીર સંવત ૨૫૪૮, માહે આષાઢ, તિથિ સુદ-૧૦
* પારસી શહેનશાહી ૨૮મો જમીઆદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૧
* પારસી કદમી રોજ ૨૮મો જમીઆદ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
* પારસી ફસલી રોજ ૨૧મો રામ, માહે ૪થો તીર, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૯મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
* મીસરી રોજ ૧૦મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
* નક્ષત્ર સ્વાતિ સવારે ક. ૧૧-૨૪ સુધી, પછી વિશાખા.
* ચંદ્ર તુલામાં મધ્યરાત્રિ પછી ક. ૨૮-૨૦ સુધી, પછી વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર.
* ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત), વૃશ્ર્ચિક (ન, ય)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૮, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૮ સ્ટા.ટા.
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૮, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૦ સ્ટા. ટા.
* -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
* ભરતી: સવારે ક.૭-૫૫,રાત્રે ક. ૧૯-૨૨
* ઓટ: બપોરે ક.૧૩-૩૫, મધ્યરાત્રિ પછી ક.૦૨-૦૫(તા.૧૦)
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, આષાઢ શુક્લ – દસમી. સૌરાષ્ટ્રમાં મોળાકાત પ્રારંભ, મન્વાદિ, પુનર્યાત્રા, ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૭-૩૦ (તા. ૧૦મી), વિંછુડો પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૮-૨૦.
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
* મુહૂર્ત વિશેષ: લગ્ન. વાયુ દેવતાનું પૂજન, રાહુ ગ્રહ દેવતાનું પૂજન, શનિ ગ્રહ દેવતાનું પૂજન, મહાવીર હનુમાનજીનું પૂજન, હનુમાન ચાલિશા પાઠ વાંચન, સુંદરકાંડ પાઠ વાંચન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, તર્પણ શ્રાદ્ધ,પરગામ પ્રયાણ મધ્યમ, શાંતિ પષ્ટિક, સર્વ શાંતિ, મહેંદી લગાવવી, માલ લેવો, રત્ન ધારણ, બી વાવવું, ખેતીવાડી, વૃક્ષ રોપવા, ઉપવાટિકા બનાવવી.
આચમન: બુધ-ગુરુ ચતુષ્કોણ ઉતાવળિયા, ચંદ્ર-સૂર્ય ત્રિકોણ સ્વાસ્થ્ય સારુ રહે, ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ અચોક્કસ સ્વભાવ, ચંદ્ર-શનિ ચતુષ્કોણ ભીરુ સ્વભાવ.
* ખગોળ જ્યોતિષ: બુધ-ગુરુ ચતુષ્કોણ, ચંદ્ર-સૂર્ય ત્રિકોણ, ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ, ચંદ્ર-શનિ ચતુષ્કોણ (તા. ૧૦), ચંદ્ર ક્રાંતિ વૃત્ત ઉપર આવી ઉત્તરનાં થશે. સૂર્ય મહાનક્ષત્ર પુનર્વસુ, વાહન ઉંદર.
* ગ્રહગોચર: સૂર્ય-મિથુન, મંગળ-મેષ, માર્ગી બુધ-મિથુન, ગુરુ-મીન, શુક્ર-વૃષભ, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.