પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર વર્ષાૠતુ), શુક્રવાર, તા. ૧-૭-૨૦૨૨, રથયાત્રા
મુંબઈ સમાચાર દ્વિશતક વર્ષ સમાપન, તૃતિય શતક પ્રારંભ યોગ
* ભારતીય દિનાંક ૧૦, માહે આષાઢ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, આષાઢ સુદ-૨ * જૈન વીર સંવત ૨૫૪૮,માહે આષાઢ, તિથિ સુદ-૨
* પારસી શહેનશાહી ૨૦મો બહેરામ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૧
* પારસી કદમી રોજ ૨૦મો બહેરામ,માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
* પારસી ફસલી રોજ ૧૩મો તીર, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૧લો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
* મીસરી રોજ ૨જો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
* નક્ષત્ર પુષ્ય મધ્યરાત્રિ પછી ક. ૨૭-૫૬ સુધી (તા.૨જી) પછી આશ્ર્લેષા.
ચંદ્ર કર્કમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૬, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૬ સ્ટા. ટા.
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૮, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૯ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
* ભરતી : બપોરે ક. ૧૩-૪૬, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૨૦
* ઓટ: રાત્રે ક. ૦૬-૩૪, મધ્યરાત્રિ પછી ક. ૧૯-૪૪ (તા. ૨જી)
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન ) શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, આષાઢ શુક્લ – પ્રતિપદા. રથયાત્રા, મુસ્લિમ ૧૨મો જિલ્હજ માસારંભ.
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
* મુહૂર્ત વિશેષ: ખાતમુહૂર્ત, સર્વદેવ પ્રતિષ્ઠા. શનિ-ગુરુ ગ્રહદેવતાનું પૂજન, વિષ્ણુ-લક્ષ્મી પૂજા, પીપળાનું પૂજન, સુવર્ણ ખરીદી, સુવર્ણ આભૂષણોનું પૂજન, પરદેશનું પસ્તાનું ચારેય દિશામાં પ્રયાણ, વિદ્યારંભ, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક, નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, નવા વસ્રો, વાસણ, યંત્ર, દસ્તાવેજ, દુકાન, વેપાર, બી વાવવું, ખેતીવાડી, ધાન્ય, ભરવું, પશુ લે-વેચ.
* જુલાઈ માસ સંક્ષિપ્ત ગ્રહ દર્શન: ગ્રહના ઉદય અસ્ત: બુધ ઉદય: ક. ૦૪-૫૩, અસ્ત: ક. ૧૭-૫૭, શુક્ર ઉદય: ક. ૦૪-૦૩, અસ્ત: ક. ૧૭-૦૨, મંગળ ઉદય: ૦૧-૩૨ અસ્ત: ૧૩-૫૬, ગુરુ ઉદય: ક. ૦૦-૨૮, અસ્ત:રાત્રે ક. ૧૨-૩૫. શનિ ઉદય: ક. ૨૨-૧૨, અસ્ત: ક. ૦૯-૩૩. (તા. ૧લીએ સૂર્યોદયના સમયે મિથુન રાશિ લગ્ન ઉદિત થાય છે. સૂર્યાસ્તના સમયે ધનુ રાશિ લગ્ન ઉદિત થાય છે.)
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ ત્રિકોણ મુસાફરીનો શોખ
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ ત્રિકોણ. શુક્ર રોહિણીના તારા સાથે યુતિ કરે છે.
* ગ્રહ ગોચર: સૂર્ય-મિથુન, મંગળ-મેષ, માર્ગી બુધ-વૃષભ, ગુરુ-મીન, શુક્ર-વૃષભ, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર ઉ