(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), મંગળવાર, તા. ૨૧-૨-૨૦૨૩ ,ચંદ્રદર્શન,
) ભારતીય દિનાંક ૨, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૪
) વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, ફાલ્ગુન સુદ-૧
) જૈન વીર સંવત ૨૫૪૯, માહે ફાલ્ગુન, તિથિ સુદ-૧
) પારસી શહેનશાહી ૧૦મો આવા, માહે ૭મો મેહેર, સને ૧૩૯૨
) પારસી કદમી રોજ ૧૦મો આવા, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
) પારસી ફસલી રોજ ૮મો દએપઆદર, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
) મુુસ્લિમ રોજ ૨૯મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૪
) મીસરી રોજ ૧લો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
) નક્ષત્ર શતભિષા સવારે ક. ૦૮-૫૯ સુધી, પછી પૂર્વાભાદ્રપદા મધ્યરાત્રિ પછી ક. ૩૦-૩૭ સુધી (તા. ૨૨મી), પછી ઉત્તરા ભાદ્રપદા.
) ચંદ્ર કુંભમાં મધ્યરાત્રે ક. ૨૫-૧૦ સુધી (તા. ૨૨મી) પછી મીનમાં
) ચંદ્ર રાશિ નામાક્ષર: કુંભ (ગ, સ, શ, ષ), મીન (દ, ચ, ઝ, થ)
) સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૫, અમદાવાદ ક. ૦૭ મિ. ૦૯ સ્ટા.ટા.,
) સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૯, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૮ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
) ભરતી: બપોરે ક. ૧૨-૪૬, મધ્ય રાત્રિ પછી ક. ૦૧-૧૪ (તા. ૨૨)
) ઓટ: સાંજે ક. ૧૮-૪૪
) વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, ફાલ્ગુન શુક્લ – ) પ્રતિપદા. ચંદ્રદર્શન, મુ. ૩૦ સામ્યાર્ઘ, ઉત્તર શૃંગોન્નતિ ૧૧ અંશ, દ્વિતીયા ક્ષય તિથિ છે. શ્રી રામકૃષ્ણ જયંતી, પંચક.
) શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
) મુહૂર્ત વિશેષ: વિશેષરૂપે રાહુ-મંગળ, ગુરુ ગ્રહદેવતાનું પૂજન, વરુણદેવતાનું પૂજન, નિત્ય થતાં પશુ લે-વેંચ, ખેતીવાડીના કામકાજ, બગીચાના કામકાજ, મંદિરોમાં પાટ-અભિષેક પૂજા, ધજા-કળશ પતાકા ચઢાવવી, રત્ન ધારણ, વૃક્ષ રોપવા, આંબાનું વૃક્ષ વાવવું, અજિંકયપાદ દેવતાનું પૂજન. ફાલ્ગુન માસ સંક્ષિપ્ત: આ માસમાં પાંચ મંગળવાર છે. ફાલ્ગુન શુક્લ પક્ષમાં બીજનો ક્ષય, એકાદશી વૃદ્ધિતિથિ છે. કૃષ્ણપક્ષમાં તેરસનો ક્ષય છે. શુક્લપક્ષમાં દિવસ-૧૫, કૃષ્ણપક્ષમાં દિવસ ૧૪ એમ કુલ ૨૯ દિવસનો આ માસ છે. ફાલ્ગુન માસમાં પૂનમનું ચંદ્રગ્રહણ, અમાસનું સૂર્યગ્રહણ થતું નથી. હોળાષ્ટકના કમુહૂર્તા તા. ૨૭ ફેબ્ર્ાુ.થી તા. ૭ માર્ચ સુધી છે. આ સમયમાં નિત્ય ફરજયુક્ત કારોબારના કામકાજ થઈ શકે છે. લગ્ન વાસ્તુ આદિ માંગલિક કાર્યો વર્જ્ય છે. આ માસમાં વિશેષ પર્વ હુતાશની પૂર્ણિમા, હોલિકા દહન તા. ૬ માર્ચના રોજ છે. ધુળેટી પર્વ તા. ૭ માર્ચે છે. તા. ૧૫મીએ સૂર્યની મીન સંક્રાંતિ થાય છે. સંક્રાંતિ પુણ્યકાળ તા. ૧૫મીએ સૂર્યોદયથી મધ્યાહન સુધી છે. આ માસના મુહૂર્ત: લગ્ન: ફેબ્ર્ાુઆરી તા. ૨૨, ૨૩, ૨૪ માર્ચની તા. ૮, ૯, ૧૦, ૧૩, ૧૭, ૧૮. ખાતમુહૂર્ત: તા. ફેબ્ર્ાુઆરી ૨૨, ૨૪ માર્ચની તા. ૮, ૯, ૧૮, ઉપનયન: માર્ચની તા. ૮, ૯, ૧૦, વાસ્તુ: તા. ૮, ૯, ૧૦, ૧૨, ૧૮
) આચમન: ચંદ્ર-મંગળ ચતુષ્કોણ કલેશ કરવાનો સ્વભાવ, ચંદ્ર-નેપ્ચૂન યુતિ ભાવના પ્રધાન, બુધ-હર્ષલ ચતુષ્કોણ કટાક્ષપ્રિય
) ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ ચતુષ્કોણ, ચંદ્ર-નેપ્ચૂન યુતિ (તા. ૨૨), બુધ-હર્ષલ ચતુષ્કોણ (તા. ૨૨)
) ગ્રહ ગોચર: સૂર્ય-કુંભ, મંગળ-વૃષભ, બુધ-મકર, ગુરુ-મીન, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા