(દક્ષિણાયન સૌર હેમંતૠતુ),
સોમવાર, તા. ૫-૧૨-૨૦૨૨, સોમપ્રદોષ, ભરણી દીપમ
ભારતીય દિનાંક ૧૪, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, માર્ગશીર્ષ સુદ-૧૩
જૈન વીર સંવત ૨૫૪૯, માહે માર્ગશીર્ષ, તિથિ સુદ-૧૩
પારસી શહેનશાહી ૨૨મો ગોવાદ, માહે ૪થો તીર, સને ૧૩૯૨
પારસી કદમી રોજ, ૨૨મો ગોવાદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૨૦મો બહેરામ, માહે ૯મો આદર, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૧૦મો, ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૪
મીસરી રોજ ૧૧મો, ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૪
નક્ષત્ર અશ્ર્વિની સવારે ક. ૦૭-૧૫ સુધી, પછી ભરણી.
ચંદ્ર મેષમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૫૯, અમદાવાદ ક. ૦૭ મિ. ૦૮ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૭ મિ. ૫૯, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૨ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
ભરતી: સવારે ક. ૦૯-૪૫, રાત્રે ક. ૨૨-૫૫
ઓટ: સાંજે ક. ૧૬-૧૨, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૪૧ (તા. ૬)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, માર્ગશીર્ષ શુક્લ – ત્રયોદશી. સોમપ્રદોષ, ભરણી દીપમ (દક્ષિણ ભારત), શુક્ર ધનુમાં ક. ૧૭-૫૮.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: શિવ-પાર્વતી પૂજા, ભક્તિ જાપ, કીર્તન, નામસ્મરણ, રાત્રિ જાગરણ, દીપપૂજા, દીપદાન, યમદેવતાનું પૂજન, આમલીનું વૃક્ષ વાવવું, માલ વેંચવો, ધાન્ય ઘરે લાવવું, હાથીની લેવડદેવડ, ચંદ્રગ્રહદેવતાનું પૂજન.
શુક્રના અભ્યાસ મુજબ અનાજમાં તેજી, સોનામાં વધઘટ થાય. રૂમાં પહેલા તેજી પછી મંદી આવે.
આચમન: ચંદ્ર-રાહુ યુતિ ભ્રમિતપણું આવી શકે, ચંદ્ર-હર્ષલ યુતિ સ્વભાવમાં વિસંગતતા
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ યુતિ, ચંદ્ર-હર્ષલ યુતિ. શુક્ર મૂળ નક્ષત્ર પ્રવેશ. ચંદ્ર ક્રાંતિવૃત્ત પર આવી ઉત્તરે થશે.
ગ્રહ ગોચર: સૂર્ય-વૃશ્ર્ચિક, વક્રી મંગળ- વૃષભ, બુધ-ધનુ, ગુરુ-મીન, શુક્ર-વૃશ્ર્ચિક/ધન, શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, માર્ગી નેપ્ચ્યૂન-કુંભ, પ્લુટો-મકર.
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા