આજનું પંચાંગ

પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર શરદઋતુ), સોમવાર, તા. ૫-૯-૨૦૨૨,
શ્રી હરિ જયંતી, ગૌરી વિસર્જન,
ભારતીય દિનાંક ૧૪, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, ભાદ્રપદ સુદ-૯
જૈન વીર સંવત ૨૫૪૮, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૯
પારસી શહેનશાહી ૨૧મો રામ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૨૧મો રામ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૮મો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
મીસરી રોજ ૧૦મો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
નક્ષત્ર મૂળ રાત્રે ક. ૨૦-૦૫ સુધી પછી પૂર્વાષાઢા.
ચંદ્ર ધનુમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૫, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૪ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૯, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૨ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. ૦૬-૫૯, સાંજે ક. ૧૮-૨૨
ઓટ: બપોરે ક. ૧૩-૧૧, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૧૫ (તા. ૬)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, ભાદ્રપદ શુક્લ – નવમી. દશમનો ક્ષય છે. શ્રી હરિ જયંતી, ગૌરી વિસર્જન, અદુ:ખ નવમી, શ્રી દયાનંદગિરિ ગુરુ બ્રહ્માનંદગિરિ યાને શ્રી મુંડિયા સ્વામી જન્મજયંતી (સૌરાષ્ટ્ર-ગુજરાત-કચ્છ), અવની મૂલ (દક્ષિણ ભારત).
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: મૂળ જન્મનક્ષત્ર શાંતિ પૂજા, સર્વશાંતિ પૂજા, કેતુ ગ્રહદેવતાનું પૂજન, ઔષધ ઉપચાર, શાંતિ પૌષ્ટિક પૂજા, ખેતીવાડીના કામકાજ, નિત્ય થતાં અધ્યયનના કામકાજ, સ્વામીનારાયણ મંદિરોમાં શ્રી હરિ જયંતીની નિત્ય થતી પૂજા.
શ્રી ગણેશપર્વ : શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શિવ-પાર્વતી પૂજા, દુર્ગામાતાનું પૂજન, ચંદ્ર ગ્રહદેવતાનું પૂજન, સૂર્ય જેમ અંધકારના સમૂહનો નાશ કરે છે. તેમ જેના ચરણ કમળનું સ્મરણ વિઘ્નોના સમૂહનો નાશ કરે છે તે હાથીના મુખવાળા દેવ ગણપતિની સર્વ સમાજ ઉપર કૃપા રહે તે અત્રે પ્રાર્થીએ છીએ.
આચમન: ચંદ્ર-શુક્ર ત્રિકોણ કળાપ્રેમી, ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ પૈસાનો વેડફાટ, ચંદ્ર-બુધ ચતુષ્કોણ નિંદા કરવાની આદત, ચંદ્ર-સૂર્ય ત્રિકોણ વફાદાર
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર ત્રિકોણ, ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ, ચંદ્ર-બુધ ચતુષ્કોણ, ચંદ્ર-સૂર્ય ત્રિકોણ (તા. ૬). શુક્ર સૂર્યથી અત્યંત નજીક
ગ્રહ ગોચર: સૂર્ય-સિંહ, મંગળ-વૃષભ, બુધ-ક્ધયા, વક્રી ગુરુ-મીન, શુક્ર-સિંહ, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.