પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર શરદૠતુ),બુધવાર, તા. ૩૧-૮-૨૦૨૨, બુધવાર અન
ે શ્રી ગણેશ મહાચતુર્થીનો શ્રેષ્ઠ યોગ.
) ભારતીય દિનાંક ૯, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૪
) વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, ભાદ્રપદ સુદ-૪ ) જૈન વીર સંવત ૨૫૪૮, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૪
) પારસી શહેનશાહી ૧૬મો મેહેર, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
) પારસી કદમી રોજ ૧૬મો મેહેર, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
) પારસી ફસલી રોજ ૧૪મો ગોશ, માહે ૬ઠ્ઠો શહેરેવર સને ૧૩૯૧
) મુુસ્લિમ રોજ ૩જો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
) મીસરી રોજ ૫મો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
) નક્ષત્ર ચિત્રા મધ્યરાત્રે ક. ૨૪-૧૧ સુધી, પછી સ્વાતિ.
) ચંદ્ર ક્ધયામાં બપોરે ક. ૧૨-૦૩ સુધી, પછી તુલામાં
) ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ), તુલા (ર, ત)
) સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૪, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૫ સ્ટા.ટા.,
) સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૫૬, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૫ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
) ભરતી : બપોરે ક. ૧૪-૧૩, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૩૮ (તા. ૧)
) ઓટ: સવારે ક. ૦૭-૩૪, રાત્રે ક. ૨૦-૧૫
) વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, ભાદ્રપદ શુક્લ – ચતુર્થી. શ્રી ગણેશ ચતુર્થી, ચંદ્રાસ્ત રાત્રે ક. ૨૧-૩૪, વરદ્ ચતુર્થી, સરસ્વતી પૂજન (ઓરિસ્સા), સૌભાગ્ય ચતુર્થી (બંગાળ), સંવત્સરી ચતુર્થી પક્ષ (જૈન), ભદ્રા સમાપ્તિ બપોરે ક. ૧૫-૨૨, શુક્ર સિંહમાં સાંજે ક. ૧૬-૧૭.
) શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
) મુહૂર્ત વિશેષ: રિક્તા તિથિ હોય માંગલિક, સાંસારિક કાર્યો વર્જ્ય છે. પર્વ નિમિત્તેના જપ-તપ-હવનાદિ કાર્યો થઈ શકે છે. સંધ્યા સમયનો પ્રવાસ મગની દાળ ખાઈ પ્રારંભવો. પર્વ શ્રી ગણેશ મહાપર્વ ઉજવણી નિમિત્તે નવા વસ્રો, આભૂષણ, વાસણ, પ્રથમ વાહન શ્રેષ્ઠ સમજવા. મહેંદી લગાવવી, યંત્ર, દુકાન, વેપાર, દસ્તાવેજ, ખેતીવાડી, ઈત્યાદિના કામકાજ, બાળકને પ્રથમ વખતના દેવદર્શન, અન્નપ્રાશન.
શ્રી ગણેશ પર્વ : શ્રી ગણેશ મહા ઉત્સવ આજથી પ્રારંભાય છે. ચંદ્રાસ્ત રાત્રે ક. ૨૧-૩૪, રાત્રે ચંદ્ર દર્શન નિષેધ, શ્રી ગણેશ પૂજામાં સૂર્ય પૂજા અવશ્ય કરવી. શ્રી ગણેશ સર્વના પ્રિય છે. સર્વત્ર દેશ વિદેશમાં પૂજાય છે. સનાતન હિન્દુ ધર્મ, વિધવિધ સંપ્રદાયોમાં ગણેશ પૂજા મહિમાવંત છે. પ્રત્યેક કાર્યનાં પ્રારંભ, કલા, નાટ્ય, સાહિત્ય, કવિતા, પ્રસંગોનો શુભારંભ શ્રી ગણેશ સ્તુતિથી થાય છે. વાસ્તુ, આદિ, પૂજાનો પ્રારંભ, શ્રી ગણેશ પૂજાથી થાય છે. તા. ૩૧મીએ શ્રી ગણેશ, વરદ્ ચતુર્થી. તા. ૧લીએ ૠષિ પંચમી, તા. ૨જીએ કાર્તિક સ્વામી દર્શન, તા. ૩જીએ ગોરી આહ્વાન, મહાલક્ષ્મી વ્રતારંભ, ધરો આઠમ, તા. ૪થી જયેષ્ઠા ગૌરી પૂજન, ભાગવત સપ્તાહ આરંભ, દધિચી જયંતી, દુર્ગાષ્ટમી, તા. ૫મીએ ગૌરી વિસર્જન, તા. ૬ઠ્ઠીએ પરિવર્તિની સ્માર્ત એકાદશી, તા. ૭મીએ ભાગવત એકાદશી, વામન જયંતી, તા. ૮મીએ પ્રદોષ, ગૌત્રિરાત્રિ વ્રતારંભ, તા. ૯મીએ વ્રતની પૂનમ, અનંત ચતુર્દશી એમ શુક્લ પક્ષના ગણેશ મહાપર્વના ઉત્સવ પર્વો આદિ છે.
) આચમન: ચંદ્ર-શુક્ર અર્ધત્રિકોણ કળાપ્રેમી
) ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર અર્ધત્રિકોણ. ચંદ્ર ચિત્રા યુતિ.
) ગ્રહ ગોચર: સૂર્ય-સિંહ મંગળ-વૃષભ, બુધ-ક્ધયા, વક્રી ગુરુ-મીન, શુક્ર-કર્ક/સિંહ, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.
(દક્ષિણાયન સૌર શરદૠતુ), ગુરુવાર, તા. ૧-૯-૨૦૨૨, ૠષિ પંચમી
) ભારતીય દિનાંક ૧૦, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૪
) વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, ભાદ્રપદ સુદ-૫
) જૈન વીર સંવત ૨૫૪૮, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૫
) પારસી શહેનશાહી ૧૭મો સરોશ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
) પારસી કદમી રોજ ૧૭મો સરોશ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
) પારસી ફસલી રોજ ૧૫મો દએપમહેર માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૧
) મુુસ્લિમ રોજ ૪થો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
) મીસરી રોજ ૬ઠ્ઠો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
) નક્ષત્ર સ્વાતિ મધ્યરાત્રે ક. ૨૪-૧૧ સુધી પછી વિશાખા.
) ચંદ્ર તુલામાં
) ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત)
) સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૪, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૩ સ્ટા.ટા.,
) સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૨, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૬ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
) ભરતી : બપોરે ક. ૧૪-૪૬, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૨૩ (તા. ૨)
) ઓટ: સવારે ક. ૦૮-૧૩, રાત્રે ક. ૨૦-૪૮
) વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, ભાદ્રપદ શુક્લ – પંચમી. ૠષિ પંચમી, રક્ષા પંચમી (બંગાળ), ગુરુ પંચમી (ઓરિસ્સા) મેલાપાટ (કાશ્મીર), સંવત્સરી-પંચમી પક્ષ (જૈન).
) શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
) મુહૂર્ત વિશેષ: ખાત મુહૂર્ત, સર્વદેવ પ્રતિષ્ઠા. વાયુ દેવતાનું પૂજન, રાહુ દેવતાનું પૂજન, અગાઉ વાસ્તૂપૂજા થયેલ ઘરમાં રહેવા જવું, પરદેશનું પસ્તાનું, પરગામ પ્રયાણ મધ્યમ, વિદ્યારંભ. શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ, નવા વસ્રો, આભૂષણ, વાહન, મહેંદી, માલ લેવો, દુકાન, વેપાર, પશુ લે-વેંચ, બી વાવવું, ખેતીવાડી, ધાન્ય ભરવું, નામકરણ, દેવદર્શન, અન્ન પ્રાશન, વૃક્ષ રોપવા, ઉપવાટિકા બનાવવી, નવી તિજોરીની સ્થાપના.
) શ્રી ગણેશ પર્વ : મીઠા ફળ ગણેશપૂજામાં નૈવૈદ્ય સામગ્રીમાં અર્પણ. આજના દ્વિતીય પર્વના દિવસે કેટલાક ગણપતિને બે દિવસના સંકલ્પ મુજબ વિદાય આપે છે. સર્વ દેવાધિગણોના સ્વામી, વાણીના પતિ, જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ, અનુપમ ખ્યાતિવાળા, પ્રશંસનીયોમાં શ્રેષ્ઠ, મંત્રોના સ્વામી એવા શ્રી ગણેશની શક્તિઓ શ્રદ્ધાવાનોમાં સમાવિષ્ટ થાય તે ભાવયુક્ત વિદાય આપવી.
આચમન: ચંદ્ર-સૂર્ય અર્ધત્રિકોણ લોકપ્રિય, મંગળ-ગુરુ અર્ધત્રિકોણ સાહસિક સ્વભાવ.
) સપ્ટેમ્બર માસ સંક્ષિપ્ત ગ્રહ દર્શન: ગ્રહના ઉદય અસ્ત: બુધ ઉદય: ક. ૦૮-૧૮, અસ્ત: ક. ૨૦-૦૫, શુક્ર ઉદય: ક. ૦૫-૨૫, અસ્ત: ક. ૧૮-૦૬, મંગળ ઉદય: ૨૩-૪૭, અસ્ત: ૧૨-૪૬, ગુરુ ઉદય: ક. ૨૦-૨૩, અસ્ત:રાત્રે ક.૦૮-૨૯. શનિ ઉદય: ક. ૧૭-૫૫, અસ્ત: ક. ૦૫-૦૭ (તા. ૧લીએ સૂર્યોદયના સમયે સિંહ રાશિ લગ્ન ઉદિત થાય છે. સૂર્યાસ્તના સમયે કુંભ રાશિ લગ્ન ઉદિત થાય છે.)
) ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય અર્ધત્રિકોણ, મંગળ-ગુરુ અર્ધત્રિકોણ (તા. ૨)
) ગ્રહ ગોચર: સૂર્ય-સિંહ, મંગળ-વૃષભ, બુધ-ક્ધયા, વક્રી ગુરુ-મીન, શુક્ર-સિંહ, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર

Google search engine