આજનું પંચાંગ

પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર વર્ષાૠતુ/શરદૠતુ), મંગળવાર, તા. ૨૩-૮-૨૦૨૨,
મંગલાગૌરી પૂજન, અજા ભાગવત એકાદશી
ભારતીય દિનાંક ૧, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, શ્રાવણ વદ-૧૨
જૈન વીર સંવત ૨૫૪૮, માહે શ્રાવણ, તિથિ વદ-૧૨
પારસી શહેનશાહી ૮મો દએપઆદર, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૮મો દએપઆદર, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૨૫મો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૪
મીસરી રોજ ૨૬મો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૪
નક્ષત્ર આર્દ્રા સવારે ક. ૧૦-૪૩ સુધી, પછી પુનર્વસુ.
ચંદ્ર મિથુનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૨, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૭ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૯, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૭ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. ૧૦-૦૫, રાત્રે ક. ૨૧-૪૬
ઓટ: સાંજે ક. ૧૬-૧૬, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૪૮ (તા. ૨૪)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, શ્રાવણ કૃષ્ણ – દ્વાદશી. બારસની વૃદ્ધિ તિથિ છે. મંગલાગૌરી પૂજન, અજા ભાગવત એકાદશી (ખારેક), દ્વાદશી વૃદ્ધિ તિથિ છે. સૂર્ય સાયન ક્ધયામાં ૦૮-૪૭. સૌર શરદૠતુ પ્રારંભ, ભારતીય ભાદ્રપદ માસારંભ. સૂર્ય મહાનક્ષત્ર મઘામાં, વાહન અશ્ર્વ.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: ઔષધ ઉપચાર, પર્વ પૂજા નિમિત્તે નવાં વસ્રો, આભૂષણ, ધજા, કળશ પતાકા ચઢાવવી, બગીચાના કામકાજ, નિત્ય થતાં સ્થાવર મિલકત, પશુ-લેવડદેવડના કામકાજ, અગરના ઔષધીય પ્રયોગો, વાંસ વાવવા, વૃક્ષ વાવવા, મંગળ-ગુરુ ગ્રહદેવતાનું પૂજન.
શ્રાવણ પર્વ મહિમા : શિવ-પાર્વતીની પૂજા, ઉપરાંત શ્રી વિષ્ણુ-લક્ષ્મીની પૂજાનો મહિમા છે. સત્યનારાયણ કથા પૂજાનો મહિમા, મંગળ ગ્રહદેવતાનું પૂજન, એકાદશી વ્રત ઉપવાસ. ૐ નમ: શિવાય પંચાક્ષર મંત્ર જાપ જગતનું પોષણ કરે છે. શિવ પૂજા પ્રત્યેક દિવસે કરવાથી કરેલા પાપોનો પ્રાયશ્ર્ચિત કર્યા પછી સત્કર્મયુક્ત જીવન જીવવાથી મનુષ્યના જન્મજન્માંતરના પુણ્યબળને વૃદ્ધિ પ્રાપ્ત થાય છે. કર્મના બંધનમાંથી મુક્ત થવાય છે, મૃત્યુના બંધનથી મુક્ત કરે છે. મોક્ષ પ્રાપ્તિનો માર્ગ સરળ બનાવે છે.
આચમન: ચંદ્ર-રાહુ અર્ધત્રિકોણ કરકસરિયા
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ અર્ધત્રિકોણ. ચંદ્ર પૃથ્વીથી અત્યંત દૂર જાય છે. (૪,૦૫,૪૧૮ કિ.મી.)
ગ્રહ ગોચર: સૂર્ય-સિંહ, મંગળ-વૃષભ, બુધ-ક્ધયા, વક્રી ગુરુ-મીન, શુક્ર-કર્ક, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.