આજનું પંચાંગ

પંચાંગ

આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર વર્ષાૠતુ*, મંગળવાર, તા. ૧૬-૮-૨૦૨૨, નાગપંચમી,
પતેતી પર્વ નૂતન વર્ષ ૧૩૯૨ પ્રારંભ
* ભારતીય દિનાંક ૨૫, માહે શ્રાવણ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, શ્રાવણ વદ-૫
* જૈન વીર સંવત ૨૫૪૮, માહે શ્રાવણ, તિથિ વદ-૫
* પારસી શહેનશાહી ૧લો હોરમજદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૧લો હોરમજદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૧૮મો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૪
* મીસરી રોજ ૧૯મો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૪
* નક્ષત્ર રેવતી રાત્રે ક. ૨૧-૦૬ સુધી, પછી અશ્ર્વિની.
* ચંદ્ર મીનમાં રાત્રે ક. ૨૧-૦૬ સુધી, પછી મેષમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ*, મેષ (અ, લ, ઈ*
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૧, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૮ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૪, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૯ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
* ભરતી : બપોરે ક. ૧૪-૫૭, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૨૮ (તા. ૧૭*
* ઓટ: સવારે ક. ૦૮-૧૭, રાત્રે ક. ૨૧-૦૫
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, શ્રાવણ કૃષ્ણ – પંચમી. મંગલાગૌરી પૂજન, નાગપંચમી, રક્ષાપંચમી (ઓરિસ્સા*, માધવદેવ તિથિ (આસામ*, પારસી ૧લો ફરવરદીન માસારંભ, પારસી સને ૧૩૯૨, પારસી નૂતન વર્ષારંભ, પંચક સમાપ્તિ રાત્રે ક. ૨૧-૦૭, મંગળ અશ્ર્વિની અમૃતસિદ્ધિયોગ રાત્રે ક. ૨૧-૦૬થી સૂર્યોદય (પ્રવેશે વર્જ્ય*. સૂર્ય મહાનક્ષત્ર આશ્ર્લેષામાં, વાહન મોર.
* શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ. * મુહૂર્ત વિશેષ: વિશેષરૂપે ચંદ્ર-મંગળ-બુધ દેવતાનું પૂજન, પૂષાદેવતાનું પૂજન, મિત્રતા કરવી, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ, સંધ્યા સમયનો પ્રવાસ શેરડી ખાઈ પ્રારંભવો, પર્વ નિમિત્તે નવાં વસ્રો, આભૂષણ, વાસણ વાપરવાં. નિત્ય થતાં દુકાન-વેપાર, પશુ – લે-વેંચના કામકાજ, સીમંત સંસ્કાર, બી વાવવું, ખેતીવાડી.
* શ્રાવણ પર્વ મહિમા: વિશેષરૂપે શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, ભગવાન શિવજીએ ધારણ કરેલ નાગ દેવતાના પૂજનનો મહિમા. નાગપંચમીનો ઉપવાસ, આજ રોજ રાત્રે, અમૃતસિદ્ધિ યોગમાં શ્રી યંત્ર પૂજા સ્થાપના, પ્રતિષ્ઠા, બ્ર્ાહ્મલીન હરિહર પંડિત મહેસાણાવાળા રચિત, સંશોધિત રિદ્ધિસિદ્ધિદાયક શ્રી ગણેશ યંત્રની પ્રતિષ્ઠા, પૂજાનો મહિમા. ભગવાન શિવજીની પૂજા અનાદિ કાળથી ચાલી આવી છે અને અનંત કાળ સુધી થતી રહેશે. શિવજી એ સર્વસૃષ્ટિના રચયિતા, પાલક, પોષક એમ પિતાસમાન છે. વિષ્ણુ ને બ્રહ્માજીનું સ્વરૂપ પણ શિવમાં સમાવિષ્ટ છે. શિવજીની પૂજા કલ્યાણકારી છે. શિવઉપાસક સર્વ આશાઓનો મોહમાયાનો ત્યાગ કરીને સંતત્વરૂપે સાંસારિક જીવન ભોગવે છે. શિવજીની પૂજામાં જ સંતત્વ સમાયેલું છે.
* આચમન: ચંદ્ર-સૂર્ય ત્રિકોણ સર્વાંગી ઉદય, બુધ-હર્ષલ ત્રિકોણ વિજ્ઞાનના વિષયમાં રુચિ* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય ત્રિકોણ, બુધ-હર્ષલ ત્રિકોણ. કેતુ વિશાખા પ્રવેશ.
* ગ્રહગોચર: સૂર્ય-કર્ક, મંગળ-વૃષભ, બુધ-સિંહ, વક્રી ગુરુ-મીન, શુક્ર-કર્ક, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.