આજનું પંચાંગ

પંચાંગ

 

(દક્ષિણાયન સૌર વર્ષાૠતુ), મંગળવાર, તા. ૨-૮-૨૦૨૨, મંગલાગૌરી પૂજન, નાગપંચમી
ભારતીય દિનાંક ૧૧, માહે શ્રાવણ, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, શ્રાવણ સુદ-૫
) જૈન વીર સંવત ૨૫૪૮, માહે શ્રાવણ, તિથિ સુદ-૫
) પારસી શહેનશાહી ૨૨મો ગોવાદ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
) પારસી કદમી રોજ ૧૭મો સરોશ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
) પારસી ફસલી રોજ ૧૫મો દએપમહેર, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૧
) મુુસ્લિમ રોજ ૪થો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૪
) મીસરી રોજ ૫મો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૪
) નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની સાંજે ક. ૧૭-૨૮ સુધી, પછી હસ્ત.
) ચંદ્ર: ક્ધયામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ)
) સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૭, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૯ સ્ટા.ટા.,
) સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૨, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૧ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
) ભરતી : બપોરે ક. ૧૪-૫૬, મધ્યરાત્રિ પછી ક. ૦૩ઽ૦૧ (તા. ૩)
) ઓટ: સવારે ક. ૦૭-૫૨, રાત્રે ક. ૨૦-૫૪
) વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, શ્રાવણ શુક્લ – પંચમી. મંગલાગૌરી પૂજન, નાગપંચમી, ઋગ્વેદી-શુક્લ-યજુ: શ્રાવણી, જાગ્રત ગૌરી પંચમી (ઓરિસ્સા).
) શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
) મુહૂર્ત વિશેષ: આજ રોજ ૠગ્વેદી-શુક્લ-યજુર્વેદી બ્રાહ્મણોએ ઉપનયન બદલવી. અર્યંમા દેવીનું પૂજન, ધ્રૂવ દેવતાનું પૂજન, સ્થિર કાર્યો, મુંડન કરાવવું નહીં, પ્રયાણ મધ્યમ, સવારથી મધ્યાહનનો પ્રવાસ દહીં, ગોળ ખાઈ પ્રારંભવો. લાલ વસ્ત્રો, આભૂષણ, નિત્ય થતાં દુકાન-વેપાર નોકરીના કામકાજ, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક, મંદિરોમાં પાટ-અભિષેક પૂજા, ધજા કળશ, પતાકા ચઢાવવી, રોપા વાવવા, બી વાવવું, ખેતીવાડીના કામકાજ.
) શ્રાવણપર્વ મહિમા : આજ રોજ ભગવાન સૂર્યનારાયણ તથા વિષ્ણુ-લક્ષ્મી પૂજા, મહાવીર પ્રભુ હનુમાનજીની પૂજાનો મહિમા છે. શ્રાવણની નિત્ય શિવ પૂજા ઉપરાંત શ્રી ગણેશ પૂજા, વિશેષ રૂપે ગણપતિ અથર્વ શીર્ષમ્ અભિષેક, હવનનો મહિમા, ગણપતિ મંદિરમાં પાટ અભિષેક પૂજા, ધજા કળશ પતાકા ચઢાવવી, મંગળાગૌરી પૂજન, મંગળ ગ્રહ દેવતાનું પૂજન વિશેષ છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ભગવાન શિવની પૂજા સંકલ્પ સહિત સિદ્ધિદાયક પુરવાર થાય છે. જન્મકુંડળીમાં ચંદ્ર-ગુરુ, ચંદ્ર-મંગળ, મંગળ-હર્ષલના અશુભ યોગો હોય તો મન સ્થિર રહેતું ન હોય, તેમણે આજ રોજ શિવપૂજા અવશ્ય કરવી. ભગવાન શિવનો શ્રાવણનો પૂજાનો નિયમ ઉપરાંત નિત્ય વર્ષભર પ્રત્યેકે શિવપૂજા અભિષેકનો નિયમ જાળવી રાખવો તે સનાતન ધર્મ દર્શાવે છે.
) આચમન: ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ અધ્યાત્મમાં રુચિ
) ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ (તા. ૩)
) ગ્રહગોચર: સૂર્ય-કર્ક, મંગળ-મેષ, બુધ-સિંહ, વક્રી ગુરુ-મીન, શુક્ર-મિથુન, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.