આજનું પંચાંગ

પંચાંગ

આજનું પંચાંગ
(દક્ષિણાયન સૌર વર્ષાઋતુ), શનિવાર, તા. ૩૦-૭-૨૦૨૨, શનિ દેવતાની પૂજા, હનુમાનજીની પૂજાનો શ્રેષ્ઠ જ્યોતિષ યોગ
ભારતીય દિનાંક ૮, માહે શ્રાવણ, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, શ્રાવણ સુદ-૨ જૈન વીર સંવત ૨૫૪૮, માહે શ્રાવણ, તિથિ સુદ-૨
પારસી શહેનશાહી ૧૯મો ફરવરદીન, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
પારસી કદમી રોજ ૧૪મો ગોશ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૧૨મો મોહોર, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૧લો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૪
મીસરી રોજ ૨જો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૪
નક્ષત્ર આશ્ર્લેષા બપોરે ક. ૧૨-૧૨ સુધી, પછી મઘા.
ચંદ્ર કર્કમાં બપોરે ક. ૧૨-૧૨ સુધી, પછી સિંહમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ), સિંહ (મ, ટ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૬, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૦ સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૩, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૧ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. ૧૩-૨૧, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૦૬ (તા. ૩૧)
ઓટ: સવારે ક. ૦૬-૨૧, રાત્રે ક. ૧૯-૨૦
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, શ્રાવણ શુક્લ – દ્વિતિયા. અશ્ર્વત્થ મારુતિ પૂજન, ચંદ્રદર્શન મુહૂર્ત ૩૦. સામ્યાર્ઘ, ઉત્તર શૃંગોન્નતિ ૨૪ અંશ. મુસ્લિમ ૧લો મોહર્રમ માસારંભ, હિજરી સન ૧૪૪૪ પ્રારંભ (મુસ્લિમ). સૂર્ય મહાનક્ષત્ર પુષ્યમાં વાહન શિયાળ
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: આશ્ર્લેષા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, વિશેષરૂપે સૂર્ય-શનિ, બુધ ગ્રહદેવતાનું પૂજન, નિત્ય થતાં માલના વેચાણ, ખેતીવાડીના કામકાજ.
ગુરુના અભ્યાસ મુજબ ગોળ-સાકર, શણ, બારદાન, સરસવ, અળસી, એરંડિયું, રૂ, કપાસ, ઘી, તેલ, અન્ય ધાન્યોમાં સારી તેજી આવી શકે તેમ છે.
શ્રાવણ પર્વ મહિમા : શ્રાવણના શનિવારે શનિદેવતા તથા મહાવીર શ્રી હનુમાનનું પૂજન, પીપળાનું પૂજનનો મહિમા છે. જન્મકુંડળીમાં શનિ-ચંદ્ર યુતિ પ્રતિયુતિ હોય તેમને માટે આજે શનિ-ચંદ્રના જાપ તથા ગ્રહશાંતિ અર્થે હવન, રુદ્રાભિષેક શ્રેષ્ઠ છે. ચંદ્ર નબળો હોય તેમણે બ્રાહ્મણ દ્વારા શિવ અભિષેક પૂજા અવશ્ય કરવી. ભગવાન શિવની કૃપા વગર કોઈપણને ભક્તિની પ્રાપ્તિ દુર્લભ છે. જેઓની ભગવાન શિવમાં દઢ ભક્તિ છે તેમને માટે કાંઈ પણ દુર્લભ નથી. શ્રાવણમાં શિવ પૂજાનો, ભક્તિનો યોગનો લાભ અવશ્ય મેળવવો.
આચમન: ચંદ્ર-શનિ પ્રતિયુતિ શંકાશીલ સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ પ્રતિયુતિ. શુક્ર પુનર્વસુ પ્રવેશ. ચંદ્ર મઘાના તારા સાથે યુતિ કરે છે.
ગ્રહગોચર: સૂર્ય-કર્ક મંગળ-મેષ, માર્ગી બુધ-કર્ક, વક્રી ગુરુ-મીન, શુક્ર-મિથુન, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.