Homeઆમચી મુંબઈઆજથી બધા કાર પેસેન્જર માટે સીટ બેલ્ટ પહેરવો ફરજિયાત નિયમનો ભંગ કરનારને...

આજથી બધા કાર પેસેન્જર માટે સીટ બેલ્ટ પહેરવો ફરજિયાત નિયમનો ભંગ કરનારને ૨૦૦ રૂપિયાનો દંડ

મુંબઈ: પાલઘર જિલ્લામાં અકસ્માતમાં ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના મૃત્યુ બાદ સફાળી જાગેલી સરકારે કારની પાછલી સીટ પરના પેસેન્જરોએ પણ સીટ બેલ્ટ પહેરવાના નિયમને ફરજિયાત કર્યો હતો. ૧ નવેમ્બરથી આ નિયમનું કડક પાલન કરવાનું જણાવવામાં આવ્યું હોઇ તેનો ભંગ કરનારને રૂ. ૨૦૦નો દંડ ફટકારવામાં આવશે. જોઇન્ટ પોલીસ કમિશનર (ટ્રાફિક) રાજવર્ધન સિંહા દ્વારા ૧૪ ઓેક્ટોબરે આ અંગે આદેશ જારી કરવામાં આવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે ૧ નવેમ્બરથી મોટરિસ્ટો માટે સીટ બેલ્ટ ફરજિયાત હોઇ નિયમોનો ભંગ કરનારાને દંડ ફટકારાશે.
વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ સીટ બેલ્ટ ન પહેરનારા મોટરિસ્ટોને રૂ. ૨૦૦નો દંડ ફટકારવા અંગેની સૂચના તમામ ટ્રાફિક પોલીસ ડિવિઝનને સોમવારે આપવામાં આવી છે.
સીટ બેલ્ડ ન પહેરનાર સામે કઇ કાર્યવાહી કરવી તેનો ઉલ્લેખ મોટર વેહિકલ્સ (સુધારેલો) એક્ટ ૨૦૧૯ની ૧૯૪ (બી) (૧) કલમમાં મળે છે. એ પ્રમાણે સીટ બેલ્ટ પહેર્યા વિના વાહન હંકારનાર કે સીટ બેલ્ટ ન પહેરનાર પેસેન્જરનું વહન કરનારને ૧૦૦૦ રૂપિયાનો દંડ કરવો.
રાજ્ય સરકાર નોટિફિકેશન જાહેર કરીને વાહનમાં હાજર ઉતારુઓ કે બીજા સહપ્રવાસીઓને આના અમલમાંથી બાકાત રાખવાની જોગવાઇ કરી શકે. મહારાષ્ટ્ર સરકારના જાહેરનામામાં કારમાં સીટ બેલ્ટ ન પહેરનારને ૨૦૦ રૂપિયાના દંડની જોગવાઇ છે. આથી મુંબઇ ટ્રાફિક પોલીસના તમામ ડિવિઝનને ૨૦૦ રૂપિયાનો દંડ લેવાની સૂચના આપવામાં આવી છે. ઉ

RELATED ARTICLES

Most Popular