આચાર્ય અને શિક્ષકોમાં અસમંજસનું વાતાવરણ

આમચી મુંબઈ

શાળાઓ ૧૫ નહીં ૧૩ જૂનથી ખૂલશે: શિક્ષણ પ્રધાનની જાહેરાત

તૈયારી: કોરોનાના કેસની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે, તેનાથી વિપરીત આગામી દિવસોમાં મુંબઈમાં શાળાઓ ચાલુ થવાની છે ત્યારે તેની તૈયારીના ભાગરૂપે બુધવારે પવઈ સ્થિત એક ખાનગી શાળાના શિક્ષક ભીંતને સુંદર ચિત્રોથી સજાવતા જોવા મળ્યા હતા. (જયપ્રકાશ કેળકર)

મુંબઇ: વિદર્ભ સિવાય રાજ્યમાં શાળાઓ તેર જૂનથી શરૂ કરવામાં આવશે. શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે તાજેતરમાં તેમના વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે શાળાઓ પંદર જૂનથી શરૂ કરવામાં આવશે. શિક્ષણ પ્રધાનના આ નિવેદનથી શાળાના આચાર્ય અને શિક્ષકોમાં અસમંજસનું વાતાવરણ સર્જાયું છે. જો કે શાળાનું આગામી શૈક્ષણિક સત્ર તેર જૂન સોમવારથી શરૂ કરવામાં આવશે, એમ શાળા શિક્ષણ વિભાગ દ્વારા આ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
શિક્ષણ વિભાગ દ્વારા ૧૧ એપ્રિલના રોજ બહાર પાડેલા એક પરિપત્રમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે શાળા શરૂ કરવા બાબતે સૂચના આપવામાં આવી હતી. વિદર્ભમાં ગરમીના પ્રકોપના કારણે ત્યાંની શાળાઓ ૨૭ જૂનથી શરૂ કરવામાં આવશે, જ્યારે રાજ્યમાં શાળાઓ ૧૩ જૂનથી શરૂ કરવામાં આવશે. ગત વર્ષના વાર્ષિક પરિણામ સમયે વિદ્યાર્થીઓના વાલીઓને શાળા ૧૩મી જૂનથી ખોલવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી હતી. તેથી વાલીઓ દ્વારા ૧૩ જૂને શાળાઓ ખૂલશે કે નહીં એમ શાળામાં પૂછપરછ કરવામાં આવે છે.

પાલિકા સંપૂર્ણ કાળજી લેશે
હાલમાં નગરપાલિકા સંપૂર્ણ ક્ષમતાથી શાળા શરૂ કરવાનું આયોજન કરી રહી છે. જો કે, ૧૩ જૂન સુધી કોરોનાના દર્દીઓની સંખ્યા વધે અને નિયંત્રણો લાદવામાં આવે તો શાળાના ગેટ પર સ્ક્રિનિંગ, એક બેન્ચ પર એક વિદ્યાર્થી અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવામાં આવશે.
અનેક શાળા પાસે માસ્ક ઉપલબ્ધ છે. એ સિવાય સ્ક્રિનિંગ મશીન, ઑક્સિમીટર, સેનેટાઇઝેશન સ્ટેન્ડ, જરૂરી કર્મચારી ઉપલબ્ધ કરાવવા માટે પાલિકાએ શિક્ષણ વિભાગ પાસે માગણી કરી છે. ઉ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.