આઈસીસી બૅટ્સમેનોની ટેસ્ટ રૅન્કિંગની યાદીમાં કોહલી, રોહિત, અશ્ર્વિને ટોચના ૧૦માં સ્થાન જાળવી રાખ્યું

સ્પોર્ટસ

દુબઈ: આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલી બૅટ્સમેનોની ટેસ્ટ રૅન્કિંગની યાદીમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિચંદ્રન અશ્ર્વિને ટોચના ૧૦માં સ્થાન જાળવી રાખ્યું હતું. આઈસીસીની યાદીમાં રોહિત શર્માએ આઠમું અને વિરોટ કોહલીએ ૧૦મું સ્થાન જાળવી રાખ્યું હતું. એ જ પ્રમાણે પૅટ કમિન્સ ૯૦૧ પૉઈન્ટ સાથે બૉલરોની યાદીમાં ટોચના સ્થાને
રહ્યો હતો.
રવિચંદ્રન અશ્ર્વિન અને જસપ્રિતસિંહ બુમરાહ ત્યાર પછીના સ્થાને રહ્યા હતા. ઑલરાઉન્ડરોની યાદીમાં ભારતના રવિન્દ્ર જાડેજાએ ટોચનું સ્થાન મેળવ્યું હતું.
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ શ્રેણીમાં હાલ માત્ર શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે જ મૅચ રમાઈ રહી હોવાને કારણે બાંગ્લાદેશના વિકેટકીપર બૅટ્સમેન લિટન દાસે એકમાત્ર ઈનિંગમાં ૮૮ રન ફટકારવાની સાથે ત્રણ સ્થાનની બઢત મેળવી ૧૭મો ક્રમાંક અને શ્રીલંકાના મૅથ્યુ ઍન્જલોએ પ્રથમ ઈનિંગમાં ૧૯૯ રન ફટકારી પાંચ સ્થાનની બઢત મેળવી ૨૧મો ક્રમ મેળવી લીધો હતો. આ યાદીમાં બઢત મેળવનારા અન્ય ખેલાડીઓમાં બાંગ્લાદેશના બૅટ્સમેન મુશફિકર રહીમ અને તમિમ ઈકબાલનો પણ સમાવેશ થાય છે. ૧૦૫ રન ફટકારનાર મુશફિકરે ચાર સ્થાનની બઢત મેળવી પચીસમો ક્રમાંક અને ૧૩૩ રન ફટકારનાર તમિમે છ સ્થાનની બઢત મેળવી ૨૭મો ક્રમાંક મેળવ્યો હતો.
(એજન્સી) ઉ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.