નવી દિલ્હી: આઇટીસીએ ચોથા ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં ૧૧.૫૦ ટકાનો વધારો જાહેર કર્યા પછી તેના શેરમાં ત્રણ ટકાનો ઉછાળો નોંધાયો હતો. બીએસઇ પર આ શેર ૩.૪૩ ટકા વધીને રૂ. ૨૭૫.૬ સુધી પહોંચ્યો હતો અને તેનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. ૧૧,૨૭૬.૫૫ કરોડના વધારા સાથે રૂ. ૩,૩૯,૬૯૦.૫૫ કરોડની સપાટીએ પહોચ્યું હતું.
