અયોધ્યામાં મહારાષ્ટ્ર સદન ઊભું કરવામાં આવશે

આમચી મુંબઈ

મુંબઈ મહાપાલિકામાં પણ રામરાજ્ય આવશે: આદિત્ય ઠાકરે

મુંબઈ: અયોધ્યામાં મહારાષ્ટ્ર સદન ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ અંગે ઉત્તર પ્રદેશ સરકાર સાથે પત્રવ્યવહાર પણ કરવામાં આવશે, એવી માહિતી આદિત્ય ઠાકરેએ આપી હતી.
બુધવારે અયોધ્યાની મુલાકાતે પહોંચેલા મહારાષ્ટ્રના પ્રધાન આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે અમે અહીં રાજકારણ કરવા માટે નથી આવ્યા, તીર્થયાત્રા માટે આવ્યા છીએ. આ જગ્યાએ રાજકીય વિષય અંગે વાત કરવી યોગ્ય નથી. અમારું હિંદુત્વ સ્પષ્ટ છે. એટલે જ અમે અયોધ્યામાં રાજકારણ માટે નહીં પણ તીર્થયાત્રા માટે આવ્યા છીએ, એવું આદિત્ય ઠાકરેએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું.
અયોધ્યામાં મહારાષ્ટ્ર સદન ઊભું કરવામાં આવશે, એવું આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું. આ ઉપરાંત મહાપાલિકામાં રામરાજ્ય આવશે, એવો વિશ્ર્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આદિત્ય ઠાકરે હાલમાં અયોધ્યાની મુલાકાતે છે અને તેઓ રામ ભગવાનનાં દર્શન કરશે. મોડી સાંજે આદિત્ય ઠાકરેએ આરતી પણ કરી હતી. આ પહેલાં તેમણે ઈસ્કોન મંદિરનાં દર્શન કર્યાં હતાં અને હનુમાનગઢીમાં પણ માથું નમાવ્યું હતું અને સાધુ-સંતો સાથે મુલાકાત પણ કરી હતી. આ ઉપરાંત સરયુ નદીના કાંઠા પર જઇને દર્શન કર્યાં હતાં. આ સમયે ભારે પ્રમાણમાં શિવસૈનિકો ભેગા થયા હતા. આ સમયે આદિત્ય ઠાકરેની સાથે શિવસેનાના અનેક નેતાઓ પણ હાજર હતા. (પીટીઆઈ)ઉ

 

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.