Homeઆપણું ગુજરાતઅમદાવાદ GMDCના વાઈબ્રન્ટ ગરબામાં PM મોદી આપી શકે છે હાજરી, માં અંબાની...

અમદાવાદ GMDCના વાઈબ્રન્ટ ગરબામાં PM મોદી આપી શકે છે હાજરી, માં અંબાની ઉતારશે આરતી

[ad_1]

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે અને આમ આદમી પાર્ટી આક્રમક રીતે પ્રચાર કરી રહી છે ત્યારે ભાજપનો ગઢ બચાવવા વડપ્રધાન મોદી વારંવાર ગુજરાત આવી રહ્યા છે. નોંધનીય છે કે આગામી 29 અને 30મી તારીખના રોજ વડાપ્રધાન ગુજરાત પ્રવાસે આવવાના છે. આ દરમિયાન નવરાત્રિનો તહેવાર પણ શરુ થઇ ગયો હશે. ત્યારે ગુજરાત પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં GMDC ખાતે વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપશે. વાઈબ્રન્ટ નવરાત્રિના ગરબામાં વડાપ્રધાન મોદી માં અંબાની આરતી ઉતારશે.
નોંધનીય છે કે વડાપ્રધાન મોદી 29 સપ્ટેમ્બરથી ગુજરાત પ્રવાસે આવવાના છે. તેઓ સુરત, અમદાવાદ અને ભાવનગરની મુલાકાત લેવાના છે. પીએમ મોદી નવરાત્રિમાં ગુજરાતીઓને વંદે ભારત ટ્રેન અને અમદાવાદીઓને મેટ્રોની ભેટ આપવાના છે. PM મોદી પાંચમા નોરતે એટલે કે 30 સપ્ટેમ્બરે મેટ્રોના બંને રૂટને લીલી ઝંડી આપશે. આ સાથે જ નવરાત્રીના પર્વ નિમિત્તે તેઓ અમદાવાદના GMDC ખાતે વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં હાજરી આપે તેવી શક્યતા છે. જેને લઈને પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
વડપ્રધાન મોદી વર્ષ 2019ની નવરાત્રીમાં GMDC ખાતે વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં પણ ઉપસ્થિત રહ્યાં હતા અને ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે માં અંબાની આરતી ઉતરી હતી. આ વર્ષે ફરી તેઓ નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી શકે છે. જેને લઈને ખેલૈયાઓમાં ઉત્સાહનો માહોલ છે.Post Views:
119
[ad_2]

RELATED ARTICLES

Most Popular