Homeઆપણું ગુજરાતઅમદાવાદ: વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સાથે અથડાયેલી ભેંસોના માલિકો સામે FIR નોંધાઈ

અમદાવાદ: વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સાથે અથડાયેલી ભેંસોના માલિકો સામે FIR નોંધાઈ

[ad_1]

ગાંધીનગર-મુંબઈ વચ્ચે તાજેતરમાં શરુ કરાયેલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ગુરુવારે અકસ્માતનો નડ્યો હતો. મુંબઈથી આવતી વખતે અમદાવાદ રેલવે સ્ટેશન નજીક વટવા અને મણિનગર સ્ટેશનો પાસે ટ્રેન ભેંસોના ટોળા સાથે અથડાઈ હતી જેમાં 4 ભેંસોના મોત નીપજ્ય હતા. આજે શુક્રવારે રેલવે પ્રોટેક્શન ફોર્સ(RPF) એ આ અકસ્માત માટે ભેંસોના માલિક વિરુદ્ધ FIR નોંધી છે.
ભેંસોના ટોળા સાથે અથડાતાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું હતું. દુર્ઘટનાના થોડા સમય બાદ ફરી ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 30 સપ્ટેમ્બરના રોજ મુંબઈ અને ગાંધી નગર વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી.
પશ્ચિમ રેલ્વે (WR) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સેમી-હાઈ સ્પીડ ટ્રેનના ડ્રાઈવર કોચના નોઝ કોન કવરને ભેંસો સાથે અથડાયા બાદ નુકસાન થતા મુંબઈમાં બદલી દેવામાં આવ્યું છે. આ ઘટના ગુરુવારે સવારે 11.18 વાગ્યે બની હતી. અમદાવાદ નજીક ભેંસોના ટોળા સાથે ટ્રેન અથડાઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં ચાર ભેંસોના મોત થયા છે. અકસ્માત બાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન થોડો સમય ઉભી રહી હતી. ટ્રેન સવારે 11:27 કલાકે રી-શેડ્યુલ કરવામાં આવી હતી.
રેલ્વે અધિકારીઓનું કહેવું છે કે ગુજરાતમાં ગાય અને ભેંસ માલિકો વંદે ભારતના સમયપત્રકથી વાકેફ નથી. આ જ કારણ છે કે ભેંસોનું ટોળું પાટા પર આવી ગયું. હવે તેમને જાગૃત કરવા અભિયાન ચલાવવામાં આવશે.

Google search engine

[ad_2]

RELATED ARTICLES

Most Popular