Homeઆપણું ગુજરાતઅમદાવાદના વસ્ત્રાલમાં ધોળા દિવસે જાહેરમાં હત્યા, બાઈકસવારને કાર વડે ટક્કર મારી ગોળી...

અમદાવાદના વસ્ત્રાલમાં ધોળા દિવસે જાહેરમાં હત્યા, બાઈકસવારને કાર વડે ટક્કર મારી ગોળી ધરબી દીધી

[ad_1]

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ધોળા દિવસે સરેઆમ હત્યાની ઘટના બનતા ફફડાટ ફેલાઈ ગયો છે. જાહેરમાં ફાયરીંગ થતા દોડાદોડી મચી ગઇ હતી. બુલેટ પર સવાર ત્રણ લોકોને કારે ટક્કર મારી હતી. બુલેટ સવાર યુવાનો નીચે પટકાયા બાદ કારમાં આવેલા બે શખ્સોએ ફાયરિંગ કરી હત્યાને અંજામ આપ્યો હતો. ત્યાર બાદ કાર સવાર ફરાર થઇ ગાયા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં ફફડાટનો માહોલ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, જન્મદિવસની પાર્ટીમાં મિત્રો વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયા બાદ અંગત અદાવતને લઈને આ હત્યા કરાઈ છે. વસ્ત્રાલના કર્ણાવતી રોડ પરથી ત્રણ યુવકો બુલેટ બાઇક પર પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ આવેલી એક કાર બુલેટને ટક્કર મારી હતી. લોકોને એવું લાગ્યું કે આ અકસ્માત છે જેથી લોકો મદદ માટે દોડ્યા હતા. ત્યાર બાદ આસપાસના લોકો કંઇક સમજે તે પહેલા જ ટક્કર મારનાર કારમાં આવેલા શખ્સે ફાયરિંગ કર્યું હતું જેને લઈને નાશભાગ મચી ગઈ હતી. જ્યારે આરોપીઓ ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગયા હતા.
બુલેટ બાઇકની જે તસવીરો સામે આવી છે, જે જોતાં લાગે છે કે કારે કેટલી ગંભીર રીતે ટક્કર મારી હશે. બુલેટ બાઇકનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને ઘટના સ્થળેથી એક જીવતો કારતૂસ મળી આવ્યો છે.

Google search engine

[ad_2]

RELATED ARTICLES

Most Popular