અક્ષય કુમારની Prithviraj ફિલ્મનું નામ બદલાયું, કરણી સેનાના વિરોધને કારણે YRFએ લીધો નિર્ણય

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

અક્ષય કુમારની આગામી ફિલ્મ પૃથ્વીરાજનું નામ બદલાઈ ગયું છે. યશ રાજ ફિલ્મ સ્ટુડિયોએ કરણી સેનાના ભારે વિરોધને કારણે ફિલ્મનું નામ સમ્રાટ પૃથ્વીરાજ રાખવાનો નિર્ણય કર્યો છે. આ ફિલ્મ 3 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે રાજપૂત કરણી સેનાએ અક્ષય કુમારની ફિલ્મ “પૃથ્વીરાજ”નું શિર્ષક બદલવાની માગણી કરી હતી. કરણી સેનાનું કહેવું છે કે પૃથ્વીરાજ છેલ્લા હિન્દુ સમ્રાટ હતા. ફિલ્મને માત્ર “પૃથ્વીરાજ” નામ આપવાથી “તેમની કીર્તિ સાથે અન્યાય” થાય છે. તેમણે ફિલ્મનું નામ ફિલ્મનું આખું નામ વીર યોદ્ધા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ કરવા માગણી કરી હતી.

જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે કરણી સેનાએ ફિલ્મનો વિરોધ કર્યો હોય. અગાઉ સંજય લીલા ભણશાળીની પદ્માવત સામે પણ કરણી સેનાએ વિવાદ ઊભો કર્યો હતો. અને દાવો કર્યો હતો કે દિગ્દર્શક રાજપૂત રાણીને નકારાત્મક ચિત્રિત કરે છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન ફિલ્મના સેટમાં તોડફોડ કરવામાં આવી હતી અને ભણસાલી પર હુમલો કરવામાં આવ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.