અંધેરીમાં સ્ટુડિયોમાં ફાટી નીકળી આગ

આમચી મુંબઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરી (પશ્ર્ચિમ)માં અંધેરી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સની પાછળ શુક્રવારે સાંજે ફિલ્મ સેટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ સેટને નુકસાન પહોંચ્યું હતું.
ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ અંધેરી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સની પાછળ વીરા દેસાઈ રોડ પર ચિત્રકુટ ગ્રાઉન્ડ પર ફિલ્મનો સેટ લગાડવામાં આવ્યો હતો. સાંજના લગભગ ૪.૩૦ વાગ્યાની આસપાસ સેટ પર અચાનક આગ ફાટી નીકળી હતી. તેના ધુમાડા દૂર દૂર સુધી નજર આવી રહ્યા હતા.ફાયર બ્રિગેડના આઠ ફાયર ઍન્જિન, પાંચ જેટી, એક વોટર ટેન્કર વગેરે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ સેટને મોટા પાયા પર નુકસાન થયું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.