Homeઆપણું ગુજરાતઅંદર નહીં તો બહારઃ કોંગ્રેસનો વિરોધ બરકરાર

અંદર નહીં તો બહારઃ કોંગ્રેસનો વિરોધ બરકરાર

વિધાનસભામાં સોમવારે હોબાળો મચાવવા બદલ ગુજરાત સરકારે 17 કોંગ્રેસી વિધાનસભ્યને શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા હતા. જોકે કોંગ્રેસે મંગળવારે વિધાનસભા ગૃહની બહાર પણ હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના તમામ સભ્યોએ સફેદ કપડામાં સજ્જ થી નારાબાજી કરી હતી. આ વખતે તેમના વિરોધનો મુદ્દો કિરણ પટેલ હતો. મહાઠગ કિરણ પટેલના વિષય પર કોંગ્રેસીઓ વધારે ધમાલ ન કરે તે માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાન કોંગ્રેસના વિધાનસભ્યોએ આક્ષેપ કર્યો હતો. દાદા મહેરબાન તો ઠગ પહેલવાન, ડબલ એન્જિન સરકાર મહાઠગ વહીવટદાર વગેરે જેવા નારા કોંગ્રેસે લગાવ્યા હતા.
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આક્ષેપ કરીને ઉમેર્યું હતું કે કિરણ પટેલ મુદ્દે મુખ્યપ્રધાન જવાબ આપે એવી માગણી કોંગ્રેસ કરવાની હતી. સરકાર ચર્ચામાંથી ભાગવા માગે છે. આ કિસ્સામાં સરકાર શું છુપાવવા માગે છે કે કોંગ્રેસને આખા સત્ર દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગત રોજ કરવામાં આવેલો વિરોધ એ માત્ર વિરોધ ન હતો. બીજી તરફ મહાઠગ કિરણ પટેલનો મુદ્દો ચર્ચામાં ન આવે અને આખીયે આ ઘટનામાં પીએમઓની ભાગીદારી ખુલ્લી ના પડે એ માટે કોંગ્રેસપક્ષને સત્ર દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ગુજરાત વિધાનસભાનાં પગથિયાં પર વિરોધ કરી રહેલા કોંગ્રેસના તમામ ધારાસભ્યો અલગ અલગ પોસ્ટર્સ સાથે આવ્યા હતા. કોંગ્રેસના અમિત ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે કિરણ પટેલને ક્યાંક ને ક્યાંક સીએમઓ અને પીએમઓના છૂપા આશીર્વાદ છે. આ મહાઠગ કિરણ પટેલ કમલમથી કાશ્મીર પહોંચ્યો હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. કમલમ ભાજપનું મુખ્ય કાર્યાલય છે અને કિરણ ઠગના કારનામા જોતા કોઈ મોટા વગદારની મદદ સિવાય આ શક્ય નથી, તેવી ચર્ચા ચો તરફ થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -