પારસી મરણ
નરગેશ દારબ મિસ્ત્રી તે મહરૂમ દારબશાહ રૂ. મિસ્ત્રીના ધણિયાની. તે મરહૂમ વીસ્પી દારબશાહ મીસ્ત્રીના માતાજી. તે રૂખશાર વીસ્પી મીસ્ત્રીના સાસુજી. તે ડેલઝાદ ને પરસીયસના બપઇજી. તે મરહૂમો જરબાનુ તથા રૂસ્તમજી મીસ્ત્રીના વહુમાય. તે મરહૂમ શીરીનબાઇ તથા મરહૂમ કુંવરજી બરજોરજી ભાઠેનાના દીકરી. તે સોરાબજી તથા મરહૂમો, મીનોચેહર મરહૂમ હોમી, મરહૂમ ફીરોઝ, મરહૂમ મહેલી ને મરહૂમ દોલી જમશેદ ભાઠેનાના ભાભીજી. (ઉં. વ.૯૦) રે. ઠે. હીલ વ્યુ, ૩જે માળે, રાઘવજી રોડ, કમબાલા હીલ હોસ્પિટલ સામે, મુંબઇ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા:તા. ૬-૩-૨૩ના રોજે બપોરે ૩.૪૦ કલાકે સેઠના અગિયારી તારદેવમાં થશેજી.
નવલ જહાંગીર બાટલીવાળા તે મરહુમો ખોરશેદ તથા જહાંગીર બાટલીવાળાના દીકરા. તે ચાંદી જહાંગીર બાટલીવાલાના ભાઇ. તે ડારસી ડ. દીનશૉના કઝીન. (ઉં. વ. ૯૩) રે. ઠે. નેસ બાગ, એનેક્ષ-૨, ફલેટ નં.૧, ૧લે માળે, નાના ચોક. મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૭-૩-૨૩ના રોજે બપોરે ૩.૪૦ કલાકે વાચ્છા ગાંધી અગિયારી હ્યુજીસ રોડમાં થશેજી.