પારસી મરણ
અર્નવાઝ કેકી પેસીના (ઉં. વ. ૯૪) તા. ૪-૩-૨૩એ ગુજરી ગયા છે. તે મરહૂમ કેકીના વાઇફ. મરહૂમ રતનબાઇ અને મરહૂમ રૂસ્તમજીના દીકરી. બહેરામ અને ટીનાના મધર. પરસીસ અને મરહૂમ ફરીઝના સાસુ. દિલફ્રિના, હોરમઝદ, જમશીદ, અનહિતાના ગ્રેન્ડ મધર.
રોશન દીનયાર સાહીર તે મરહુમ એ. દીનયાર રૂસતમ સહીયારના ધણિયાની. તે મરહુમ ઓસ્તી કવીના કૈઝાદ કરકરીયાના માતાજી. તે મરહુમો હોશગ મેહરવાન ઇરાની તથા પેરીન હોશંગ ઇરાનીના દીકરી. તે મરહુમો એરવદ રૂસતમ બમનજી સહીયાર તથા ઓસ્તી ડોસા રૂસતમ સહીયારના વહુ. તે એ એરવદ કૈઝાદ હોશન કરકરીયાના સાસુજી. તે ગોવેર સાઇરસ મોદી, મહેરવાન હોશંગ ઇરાની તથા મરહુમ અરનાવાઝ જહાંગુ તબોકના બહેન. (ઉં. વ. ૭૮) રે. ઠે. ૨૦/૩, યુસુફ મંઝીલ, ૧લે માળે, ખેતવાડી, ૧૨મી ગલી, મુંબઇ-૪૦૦૦૦૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૫-૩-૨૩ના રોજે બપોરે ૩.૪૦ કલાકે, બેનેટ-૬ બંગલી, ડુંગરવાડીમાં થશેજી.