પારસી મરણ
પેસી દારાબશા બીલીમોરીયા તે મરહુમ મની પેસી બીલીમોરીયાના ખાવીંદ. તે મરહુમો બાનુબઈ તથા દારબશા બીલીમોરીયાના દીકરા. તે રોહીન્ટન તથા હીરાના બાવાજી. તે ડેનીસ તથા અરનેઝના સસરાજી. તે મરહુમો નોશીર, પીરોજ, અદી, મીનુ તથા રોદાનાં ભાઈ. તે ફરાહ જેફ દેવીસ તથા કેશમીરા દેન પોરતનોયના બપાવાજી. (ઉં. વ. ૯૮). ઠે. ૧૬, સાંઈ આશીષ કો. ઓ. હાઉસીંગ સોસાયટી લી., ઓફ ડૉ. પીટર ડાયસ રોડ, હીલ રોડ, બાન્દ્રા (વે), મુંબઈ-૪૦૦૦૫૦. ઉઠમણાની ક્રિયા: ૨૩-૨-૨૩ એ બપોરના ૦૩.૪૫ વાગે માલકમ બાગ અગિયારીમાં છેજી (જોગેશ્ર્વરી- મુંબઈ).
સોલી અસ્પન ઈરાની તે મરહુમો ટેહમીના તથા અસ્પન ઈરાનીના દીકરા. તે મરહુમ એમી સોલી ઈરાનીના ખાવીંદ. તે યાસ્મીન સોલી ઈરાની તે ઝરીન સોલી ઈરાનીના બાવાજી. તે મરહુમો નોશીર, રૂસી, નરીમાન, સીલ્લુ ને જરૂના ભાઈ. (ઉં. વ. ૮૬) ઠે. ૧૯૪, તલાટી બિલ્ડીંગ, ત્રીજે માળે, ખેતવાડી બેક રોડ, ગીરગામ, મુંબઈ-૪૦૦૦૦૪. ઉઠમણાની ક્રિયા: ૨૪-૦૨-૨૩ બપોરે ૩-૪૦ પીએમ. ખેતવાડી મધ્યે કામાબાગ અગિયારીમાં છે.
હોમી એદલજી દારૂવાલા તે મરહુમ જર હોમી દારૂવાલાના ખાવીંદ. તે મરહુમો ટેહમીના તથા એદલજી રતનજી દારૂવાલાના દીકરા. તે બેરોઝ કેરસી આમરાના બાવાજી. તે કેરસી રતન આમરાના સસરાજી. તે કેસરીન ને ફ્રીયાનાના મમાવાજી. તે મરહુમો માનેકબાઈ તથા જહાંગીરજી અદાજનીયાના જમાઈ. (ઉં. વ. ૮૭) ઠે. ૬/એ, કાકા બિલ્ડીંગ, મરઝબાન કોલોની, ગીલ્ડર લેન, મુંબઈ-૪૦૦૦૦૮. ઉઠમણાની ક્રિયા: ૨૪-૨-૨૦૨૩ બપોરે ૩-૪૦ પી.એમ. તાડદેવ મધ્યે કપાવાલાની અગિયારીમાં છે.