પારસી મરણ
માણેક ફરામરોઝ પ્રીન્તર તે મરહુમ ફ્રેેનીના ધની. તે મરહુમો દિનબઇ ફરામરોઝ પ્રીન્તરના દીકરા. તે એમી તથા મરહુમો કેતી, પેરીન, જેમી, બોમી ને ફિરોઝના ભાઇ. તે નરગીસ, કેરસી, સાઇરસ ને થ્રીતીના મામા. (ઉં. વ. ૮૭) રે.ઠે. ૧૮-૨, રૂસ્તમ બાગ, સંત સાવતા માર્ગ, માસીના હોસ્પિટલ પાસે, ભાયખલા, (પૂ), મુંબઇ-૪૦૦૦૨૭. ઉઠમણાંની ક્રિયા : તા. ૧-૧-૨૩ના રોજે ૩.૪૦ કલાકે, મેવાવાલા અગિયારી, ભાયખલામાં થશેજી.
માકી શ્યામક માર્શલ તે શ્યામક જીજીભાઇ માર્શલના ધણિયાની. તે મરહુમો મહેરા તથા જમશેદજી બમનજી વાડીયાના દીકરી. તે મરહુમો પીરોઝા તથા જીજીભાઇ નાનાભાઇ માર્શલના વહુ. તે કમલ પન્જુ, કયાન પંડોલ ને નવરોઝ માર્શલના માતાજી. તે નીહાદ, સમીના, ટીયાના, ઝૈન, દીઆન ને મીખાઇલના ગ્રેન્ડ મધર. તે ઇમરાન, જમશીદ ને પરીઝાદના સાસુજી. તે ડો. બોમસી વાડીયાના બહેન. (ઉં. વ. ૮૪) રે. ઠે. ૭૧, એલ-સીડ, ૧૩ બી. જે. ખેર માર્ગ, મુંબઇ-૪૦૦૦૦૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૧-૧-૨૩ બપોરે ૩.૪૦ પી. એમ. ડુંગરવાડી ઉપરની હોડીવાલા બંગલીમા છે.
દિલબર નાદીર દલાલ તે મરહુમ નાદિરના પત્ની. તે મરહૂમ તેહમિના અને મરહૂમ બરજોરજીના પુત્રી. તે ફરહાદ, વીરા અને નવાઝના માતા. તે આદિના સાસુ. તે જેહાના અને કેરમાનના ગ્રાન્ડમધર. તે મરહૂમ ધનમાઈ અને મરહૂમ ફિરોઝશોના વહુ. (ઉં.વ. ૯૪)