પારસી મરણ
નરગેશ બાહાદુરજી ડુંમસીયા તે મરહુમ બહાદુરજી બેહેરામજી ડુંમસીયાના ધણયાની. તે મરહુમો જમશેદજી અને શીરીનબાઈ પટેલના દીકરી. તે કેતી, આરમાઈતી, દીનાઝ તથા મરહુમ નોજરના માતાજી. તે ખુશરુ એરચશા ડુંમસીયા તથા મરહુમ ગેવ એ. મિસ્ત્રીના સાસુજી. તે અદી, ગુલા તથા મરહુમ સુના, જર, પીરોજના બહેન. તે તનાઝ, પરવીજ, જેસપેરના મમઈજી. (ઉં.વ. ૮૯). રહેવાનું ઠેકાણું: એ-૬/૧૬ જોલી જીવન, સી. એચ. એસ. લી. રૂમ નં. ૪૭, જીવન બીમા નગર, બોરીવલી (વેસ્ટ), મુંબઈ–૪૦૦૧૦૩. ઉઠમણાંની ક્રિયા તા. ૧૫-૧૨-૨૨ના બપોરે ૩.૪૫ વાગે બેનેટ નં. ૬માં છેજી.
બેહરામ માણેકશો મેહતા તે મનીજેહ બેહરામ મેહતાના ખાવીંદ તે મરહુમો ખોરશેદબાનુ તથા માણેકશો સોરાબજી મેહતાના દીકરા. તે ગોશાસ્પ, તેહમુરસ્પ, અરનાવાઝ ન. મેહતા તથા મરહુમો જેહાબક્ષ, તનાઝ દારબશા કાપડિયા તથા કેરસીના ભાઈ. તે મરહુમો હીરાબાઈ તથા જામાસજી ફતાકીયાના જમાઈ. તે કૈઝાદ નોશીર મેહતાના મામાજી. તે પેશોટન, ફરામર્ઝ તથા ખુરશીદના કાકાજી. (ઉં.વ. ૯૧) રહેવાનું ઠેકાણું: ડી-૧૪, ખુશરૂ બાગ, શહીદ ભગતસિંગ રોડ, કોલાબા, મુંબઈ- ૪૦૦ ૦૦૧. ઉઠામણાની ક્રિયા તા. ૧૬-૧૨-૨૨ના રોજે બપોરે ૩.૪૦ કલાકે. ઓલબ્લેસ બંગલી, ડુંગરવાડીમાં થશેજી.