પારસી મરણ
જહાંગીર નરીમન હોડીવાલા તે શીરીન જહાંગીર હોડીવાલાના ખાવીંદ. તે ફલી તથા ઝરીનાના બાવાજી. તે મરહુમો ગુલ તથા નરીમન હોડીવાલાના દીકરા. તે સુશીલાના સસરાજી. તે જેહાન હોડીવાલાના બપાવાજી. તે મરહુમો મીનુ ન. હોડીવાલા તથા મની ન. દલાલના ભાઈ. તે મરહુમો સાકર તથા ફ્રામજી રૂસ્તમજીના જમાઈ. (ઉં.વ. ૮૫). રહેવાનું ઠેકાણું: ઓલ્ડ ખંડાલા રોડ, હોટલ લલીટીનની સામે. ઉઠમણાંની ક્રિયા તા. ૧૦-૧૨-૨૨ના રોજે બપોરે ૩.૪૦ કલાકે બેનેટ-૬ બંગલી, ડુંગરવાડીમાં થશેજી.
પેરીન જાલેજર પસતાકીયા તે મરહુમો ભીખામાય તથા જાલેજર પસતાકીયાના દીકરી. તે મરહુમો નરગીશ પટેલ તથા માણેક મિસ્ત્રીના બહેન. તે પરીચે મીનુ ભાથેના તથા પરસી નોશીર પટેલના માસીજી. (ઉં.વ. ૮૨). રહેવાનું ઠેકાણું: ગોવાલીયા ટેંક બિલ્ડીંગ, ફલેટ નં. ૮, ૨જે માળે, એ. કે. માર્ગ, મુંબઈ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા તા. ૧૦-૧૨-૨૨ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે એમ. જે. વાડયા અગિયારી, લાલબાગમાં થશેજી.
મેહેર ફરોખ દસ્તુર તે એરવદ ફરોખ ફરેદુન દસ્તુરના ધણીયાની. તે આવાં હનસોતીયા તથા મેહેરનોશ દસ્તુરના માતાજી. તે મરહુમો બપઈ તથા જહાંગીર દસ્તુરના દીકરી. તે વીરા દસ્તુરના મમઈજી. તે મીનોચેર હનસોતીયાના સાસુજી. તે નીલુફર તથા અસ્પી ફરેદુન દસ્તુરના ભાભી. (ઉં.વ. ૭૮). રહેવાનું ઠેકાણું: બી-૬૩, પલશ ટાવર, પ્રથમેશ કોમ્પલેક્ષ, વીરા દેસાઈ રોડ, અંધેરી (પ.), મુંબઈ-૪૦૦૦૫૩. ઉઠમણાંની ક્રિયા તા. ૧૦-૧૨-૨૨ના રોજે બપોરે ૩.૪૦ કલાકે માલકમ બાગ અગિયારી, જોગેશ્ર્વરીમાં થશેજી.
ફરોખ રૂસી ભાભા તે મરહુમો જીમી તથા રૂસી ભાભાના દીકરા. તે નાહીદ અસ્પી ભરૂચાના કાકાજી. તે અસ્પી જાલ ભરૂચાના કસીન બ્રધર. (ઉં.વ. ૭૬). રહેવાનું ઠેકાણું: ૭૨૧એ, ચોકસી બીલ્ડીંગ, દીનશાહ માસ્તર રોડ, ૧૪, પારસી કોલોની, દાદર (ઈ), મુંબઈ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા તા. ૧૦-૧૨-૨૨ના બપોરના ૦૩.૪૫ વાગે નારીયેલવાલા અગીયારમાં છેજી. (દાદર-મુંબઈ)