પારસી મરણ
પીલુ મીનુ નાનાવતી તે મરહુમ મીનુ નોશીર નાનાવતીના ધણિયાની. તે ફરોખ ને કેશમીરાના માતાજી. તે આબાનના સાસુજી. તે મરહુમો જાઇજી અરદેશર કોલાહના દીકરી. તે સરોશ ને સનાયાના બપઇજી. (ઉં. વ. ૮૬) ઉઠમણાંની ક્રિયા: તા. ૨૭-૧૧-૨૨ના દીને બપોરના ૩.૪૦ વાગે, કામા બાગ અગિયારીમાં છેજી.
ફ્રેની કાવસ વરિયાવા (ઉં. વ. ૯૨) તા. ૨૬-૧૧-૨૨એ ગુજરી ગયા છે. તે મરહુમ કાવસના વાઇફ. મરહુમ આલામાઇ અને મરહુમ કૈખુશરુના દીકરી. નરગિશ, ફરિદા, કાશ્મીરાના મધર. નિર્મલ અને પંકજના સાસુ. નયાબ, રેનિસા, કાર્તિક અને રેવાના દાદી.
બેહરામ બાપુજી દારૂવાલા તે મરહુમો મોટલામાય તથા બાપુજી દારૂવાલાના દીકરા. તે થ્રીતી બેહેરામ દારૂવાલાના ખાવીંદ. તે ખુરશેદ દારૂવાલાના બાવાજી. તે મહારૂખ ખુરશેદ દારૂવાલાના સસરાજી. તે રૂસી તથા મરહુમો એરચ, ધનજીશાહ, દાદી, દીનુ તથા પીલુના ભાઇ. (ઉં.વ. ૯૦) ઉઠમણાંની ક્રિયા: તા. ૨૭-૧૧-૨૨ના બપોરના ૩.૪૫ વાગે, વાડીયાજી અગિયારીમાં છેજી. (લાલબાગ-મુંબઇ).