પારસી મરણ
ફરેદુન અદી કાપાડિયા તે દુતોક્ષી ફરેદુન કાપાડિયાના ધણી. તે મરહુમો પેરીન તથા રતનશાહ કાપાડિયાના દીકરા. તે કયઝાદ તથા રૂજબેહના બાવાજી. તે પ્રીતિ કાપાડિયાના સસરાજી. તે ગોદરેજ કાપાડિયાના ભાઈ. તે મરહુમો પેરીન તથા ધનજીશા કલવચવાલાના જમાઈ. (ઉં.વ. ૭૩) ઠે: ૧૩ નવી કામા બિલ્ડિંગ, ૩જા માલે, ૨૭૫-જે ચિકલવાડી, ભાતિયા હોસ્પિટલની બાજુમાં, તારદેવ રોડ, મુંબઈ- ૪૦૦૦૦૭. ઉઠમણાની ક્રિયા: તા. ૧૮-૫-૨૩ બપોરે ૩.૪૫ વાગે મીઠાઈવાલા અગિયારીમાં છેજી.
કુમી પદમજી કાપાડિયા તે મરહુમો દીનામાઈ તથા પદમજી નસરવાનજી કાપાડિયાના દીકરી. તે મરહુમ નોશીર પી. કાપાડિયાના બહેન. તે (પાલક) રેનુકા જાદવના માતાજી. (ઉં.વ. ૯૩) ઠે: ફ્લેટ નં-બી, ગ્રાઉન્ડ ફલોર, અંબર પ્રસાદ કો.ઓપ. હાઉસિંગ સોસાયટી, બાન્દ્રા રેકલેમેશન, બાન્દ્રા (વે), મુંબઈ- ૪૦૦૦૫૦. ઉઠમણાની ક્રિયા: તા. ૧૮-૫-૨૩ બપોરે ૩.૪૫ વાગે તાતા અગિયારીમાં છેજી.