પારસી મરણ
નરગીશ ફલી બારીયા તે ફલી અરદેશીર બારીયાના ધણિયાની. તે મરહુમો જર તથા મેહેરવાનજી શ્રોફનાં દીકરી. તે આદીલ ફલી બારીયાના મધર. તે દીનુ હોશંગ વાનીયા તથા શેહેરનાઝ કેરમાન ગગરાટના બહેન. તે બરજીસ તથા વીઝાકના માસીજી. (ઉં.વ.૬૬) ઉઠમણાંની ક્રિયા : તા. ૨૦-૪-૨૩ બપોરના ૩.૪૫ વાગે. કપાવાલા અગિયારીમાં છેજી. (તારદેવ-મુંબઇ).
રોડા હીરાજી પારખ તે મરહુમો શેહરાં તથા હીરાજી પારખના દીકરી. તે મરહુમો નાજુ ફિરોઝ ભાભા તથા રૂસી હીરાજી પારખના બહેન. તે મહારૂખ ખુશરૂ પટેલ તથા આસ્તાદ મીનુ સેઠનાનાં ફૂઇજી. (ઉં.વ.૮૫) ઉઠમણાંની ક્રિયા: તા. ૧૯-૪-૨૩ના બપોરે ૩.૪૫ વાગે કપાવાલા અગિયારીમાં છેજી. (તારદેવ-મુંબઇ).
રતન નાદીરશા ઇતાલીયા તે કેશમીરા રતન ઇતાલીયાનાં ખાવીંદ. તે મરહુમો હીલ્લામાય તથા નાદીરશા ઇતાલીયાના દીકરા. તે ગીતી દોનેશ ઇરાની તથા રોનીતા રતન ઇતાલીયાના બાવાજી. તે દોનેશ પરવેઝ ઇરાનીના સસરાજી. તે મરહુમ કેરસાસ્પ નાદીરશા ઇતાલીયાના ભાઇ. (ઉં.વ.૭૮) ઉઠમણાંની ક્રિયા: તા. ૧૯-૪-૨૩ના બપોરે ૩.૪૫ વાગે પટેલ અગિયારીમાં છેજી. (અંધેરી-મુંબઇ).
સુનુ જમશેદજી વેસુના તે મરહુમો જમશેદજી તથા મનીજેહ વેસુનાનાં દીકરી. તે મરહુમો રૂસી, દાલી, ખુશરૂ, દીનુ, રૂસી દોટીવાલા, ખોરશેદ તથા આલુનાં બહેન. તે પોરસ, પરસી, રોની, નીના, આદીલ મિસ્ત્રી તથા ફરોખના ફૂઇજી. તે નેલી કાવસ કામાનાં માસીજી. તે આબાન તથા મરહુમો નરગીશ અને દોલીના નણંદ. (ઉં.વ.૮૭) ઉઠમણાંની ક્રિયા: તા. ૧૯-૪-૨૩ના બપોરના ૩.૪૫ વાગે મીઠાઇવાલા અગિયારીમાં છેજી.
રોશન નરિમાન ઇરાની, તે મરહુમ નરિમાન ગુસ્તાદજી ઇરાનીના પત્ની. તે મરહુમ મેરવાન અને મરહુમ ગોવર શોટોરીના પુત્રી. તે મરહુમ ગુસ્તાદજી અને મરહુમ ભીખામાઇ ઇરાનીના વહુ. તે મરહુમ બહેરામ, મરહુમ સરવાર, મરહુમ ડોલી, મરહુમ બાનુ, મરહુમ પરિન, મરહુમ શિરિન, મરહુમ પિરોજાના સિસ્ટર-ઇન-લો, તે મહારુખ, સરોશ, રૂખસાના, ઝુબીન અને અનાહિતાના માતા. (ઉં.વ. ૯૩).