પારસી મરણ
બજી સોરાબજી ખંબાતા તે દીલનવાઝ બજી ખંબાતાના ખાવીંદ. તે કેશમીરા જોજી મેથ્યુ તથા બીનાઇફર કૈઝાદ પારદીવાલાના બાવાજી. તે મરહુમો મનીમાય તથા સોરાબજી ખંબાતાના દીકરા. તે જોજી મેથ્યુ તથા કૈઝાદ મીનુ પારદીવાલાના સસરાજી. તે રોહન જોજી મેથ્યુ, ફરહાન કૈઝાદ પારદીવાલા તથા ફ્રૈયા કૈઝાદ પારદીવાલાના મમાવાજી. તે મરહુમ ડાયના ફરદુન મરચન્ટના ભાઇ. તે મરહુમો ગુલામય તથા સોરાબજી કોન્ટ્રેકટરના જમાઇ. (ઉ. વ. ૮૭) રે. ઠે. ફલેટ નં. જી-૧, જે બિલ્ડિંગ, મેરવાનજી કામા રોડ, અંધેરી રેલવે સ્ટેશન સામે, અંધેરી (પ). ૪૦૦૦૫૮, ઉઠમણાંની ક્રિયા: તા. ૭-૪-૨૩ના રોજે ૩.૪૦ કલાકે, ઓલબ્લેસ બંગલી, ડુંગરવાડીમાં થશેજી.
કેટી ખુશરૂ દુમસીયા તે ખુશરૂ એરચશાહ દુમસીયાંના ધનિયાણી. તે મરહુમો નરગેશ તથા બહાદુરજી દુમસીયાના દીકરી. તે તનાઝ ફરઝાન મોગરેલીયાના માતાજી. તે ફરઝાન માનેક મોગરેલીયાના સાસુજી. તે આરમઇતી ગેવ મિસ્ત્રી તથા દીનાઝ નૌઝર માનેકશાહના બહેન. તે યોહાનનાં મમઇજી. (ઉં.વ. ૭૧) રે. ઠે. બી-૧૫, ન્યુ પ્રેમનગર,નં.૧, એસ.વી.પી. રોડ, એમ.સી.એફ ગાર્ડનની સામે, બોરીવલી (વેસ્ટ), મુંબઇ-૪૦૦૦૯૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૮-૪-૨૩એ બપોરના ૩-૪૫ વાગે, ભાભા બંગલી નં.૧માં છેજી. (ડુંગરવાડી-મુંબઇ).